આદર્શ નિવાસી અનુ.જાતિ કન્યાશાળા આણંદનું
ઘોરણ ૧૦ અને ૧૨નું ઝળહળતુ પરિણામ
ઘોરણ ૧૦ માં ૯૩.૯૩% તેમજ ઘોરણ ૧૨ નું ૧૦૦% પરિણામ
આણંદ,તા 30- રાજ્ય સરકાર દ્વારા સમાજના દરેક
વર્ગના બાળકને ઉચ્ચ અને ઉત્તમ શિક્ષણ વિના મુલ્યે મળે તેમ જ સમાજના કોઇપણ વર્ગનો
બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેના
ભાગ રુપે અનુસુચિત જાતિની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા ચલાવવામાં આવે છે.આણંદ જિલ્લામાં પણ અનુ.જાતિની કન્યાઓ માટે
વલલ્ભવિધાનગર ખાતે આદર્શ નિવાસી શાળા કાર્યરત છે. જેમાં ઘણી બાળકીઓ શિક્ષણ લઇ રહી
છે. હાલના સમયમાં ખાનગી શાળામાં પ્રવેશ અપાવવાની રાજ્યમાં હોળ જામી હોય તેના વચ્ચે
આ સરકારી આદર્શ નિવાસી શાળામાં શિક્ષણ લઇ રહેલી બાળકીઓનું ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨ નું
વર્ષ ૨૦૧૯નું ઝળહળતુ પરિણામ આવ્યુ છે. જેમાં ઘોરણ ૧૨નું પરિણામ ૧૦૦ ટકા તેમજ ઘોરણ ૧૦ નું પરિણામ ૯૩.૯૩
ટકા આવેલ છે.નિયામક અનુ.જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત અને નાયબ નિયામકશ્રી
અનુ.જાતિ કલ્યાણ કચેરી આણંદના નિયંત્ર હેઠળનીઆ આદર્શ નિવાસી અનુ.જાતિ કન્યા શાળા
ના સુંદર પરિણામ પાછળ બાળકીઓની અથાગ મહેનત અને પરિશ્રમ તેમજ શાળાના નિયંત્રક
અધિકારી ડો.ઘનશ્યામ વાધેલા અને તેમના સાથી કર્મચારીઓ તેમજ શાળાના આચાર્યશ્રી
અને શાળાના શિક્ષકોના માર્ગદર્શને આ જવલંત સફળતા સુધી ની રાહ ચિંધી છે.સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનુ.જાતિ ના વિધાર્થીઓ
માટે શિષ્યવૃતિ જેવી અનેક શૈક્ષણિક યોજનાઓ આદર્શ નિવાસી કન્યા શાળાના વિધાર્થીનીઓને આ
જવલંત સફળતા મેળવવામાં સહાયરુપ બની છે. તેવું નાયબ નિયામક ઘનશ્યામ વાધેલાએ
જણાવ્યુ છે.
0 comments: