નડિયાદમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિનની
ઉજવણી કરાઇ
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે
રેલીનું પ્રસ્થાન કરાવતા કલેકટર-ડીડીઓ
નડિયાદઃતા 31-ખેડા જિલ્લામાં
વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી તા.૨૭/૫/૨૦૧૯ થી તા. ૦૧/૦૬/૨૦૧૯ સુધી કરવાની થાય
છે. આ વર્ષની વિશ્વ તમાકુ નિષેધ દિનની થીમ TOBACCO AND LUNG HEALTH રાખેલ છે. નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ
મંદિરના ચોગાનમાંથી વિશાળ રેલીને મંદિરના મહંતશ્રી ગુરુચરણ સ્વામી ,કલેકટરશ્રી
સુધીર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદીએ ઝંડી બતાવી પ્રસ્થાન
કરાવ્યું હતું. આ દિવસોમાં આ બાબતે
જનજાગૃતિ તથા COPTA-2003
બાબતે
સેન્સી ટાઇઝેશન માટે ગાયત્રી પરિવાર, લાયન કલબ, જિલ્લા કાનૂની સેવા મંડળ, નવભારત
વ્યસન મુકિત કેન્દ્ર અને આરોગ્ય વિભાગ નડિયાદના સંયુકત ઉપક્રમે જિલ્લા ક્ક્ષાએ
રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવપ્રભાત વ્યસન મુકિત કેન્દ્ર નડિયાદના સૌજન્યથી સંતરામ મંદિરના પટાગણમાં પ્રદર્શન રાખેલ છે. આ રેલી સવારે નડિયાદ સંતરામ મંદિરથી નીકળી નગરપાલિકા સુધી ગઇ હતી જયાં નગરપાલિકાના હોલમાં મીટીંગમાં ફેરવાઇ હતી. આ રેલીમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, શહેરના અગ્રણીઓ, નાગરિકો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો તથા વિશાળ સંખ્યામાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વિવિધ બેનરો અને ટેબ્લો સાથે જોડાયા હતા.




0 comments: