Friday, 31 May 2019

સાગબારા તાલુકાના ઉમાન ગામ નવી ફળીમાં આશરે ૧૫૦ ની વસ્તી માટે ૩ હેન્ડપંપ, ૩ બોર/મોટર અને ૧ બોર/મોટર સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પીવાના પાણીની સુવિધા અપાઈ

SHARE

સાગબારા તાલુકાના ઉમાન  ગામ નવી ફળીમાં આશરે ૧૫૦ ની વસ્તી માટે ૩ હેન્ડપંપ, ૩ બોર/મોટર અને ૧ બોર/મોટર સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પીવાના પાણીની સુવિધા અપાઈ





              રાજપીપળા:તા31– નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ ઉમાન ગામની હાલમાં આશરે ૧૩૦૦ માણસોની વસ્તી છે, આ ગામના નવી ફળી વિસ્તારમાં ૧૫૦ જેટલાં  માણસોની વસ્તી છે તેમને પીવાના પાણી માટે ૩ હેન્ડપંપ, ૩ બોર/ મોટર અને ૧ બોર/મોટર સ્ટેન્ડ પોસ્ટ હાલમાં કાર્યરત છે અને તેના દ્વારા પીવાના પાણીની સુવિધા મેળવી રહ્યા છે.

ડેડીયાપાડા નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા અપાયેલી વધુ જાણકારી મુજબ ઉંચી ટાંકીના બોરમાં ઇલેક્ટ્રીક મોટર ફસાય જવાના કારણે બોરમાંથી પાણી લઇ શકાતું ન હોવાના કારણે ઉંચી ટાંકીમાં પાણી ભરી શકાતું નથી તેથી હાલ બંધ હાલતમાં છે. આ જગ્યાએ નવો બોર કરી મોટર ફીટ કરી ઉચી ટાંકીની યોજના કાર્યરત થશે. ઉમાન ગામનાં સરપંચ અને તલાટીના જણાવ્યાં મુજબ ઉમાન ગામ અને ગામના નવી ફળી વિસ્તારમાં પીવાના પાણીની હાલ કોઇ મુશ્કેલી છે નહિ, તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય પેટા વિભાગ, ડેડીયાપાડા તરફથી જણાવાયું છે.



SHARE

Author: verified_user

0 comments: