Friday, 31 May 2019

ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પલાણા આઇ.ટી.આઇ માં ‘‘નો ટોબેકો ડે‘‘ નિમિત્તે કાનૂની જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

SHARE

ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પલાણા આઇ.ટી.આઇ માં
‘‘નો ટોબેકો ડે‘‘ નિમિત્તે કાનૂની જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

નડિયાદ:તા31- જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ. જિલ્‍લા ન્યાયાલય અને મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશશ્રી નડિયાદની સુચના અને માર્ગદર્શન મુજબ ‘‘નો ટોબેકો ડે‘‘ ની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં કાયદાકીય જનજાગૃત્તિ તથા વ્‍યસનમુક્તિ લાવવાના ઉમદા હેતુસર  કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આઇ.ટી.આઇ પલાણા ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રોજગારલક્ષી તાલીમ મેળવતા યુવાનોને જરૂરી કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્‍લા ન્‍યાયાલય નડીઆદના સેક્રેટરી આર.એલ.ત્રિવેદીએ મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય વિષે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે સામાન્‍ય વર્ગના રૂ. એક લાખથી ઓછી આવક ધરાવતા વ્‍યક્તિઓ તથા બાળકો, મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકો, ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્‍ટિ જેવી કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો અને જેલમાં રહેલા કેદીઓ તમામને આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય તથા જરૂરી કિસ્‍સામાં વકીલ પણ ફાળવી આપવામાં આવે છે. આ સેવાને જરૂરિયાતમંદોને સરળતાથી ઉપલબ્‍ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટથી લઇને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવામાં આવી છે.કોર્ટમાં ન્‍યાય મેળવતા આવતાં પક્ષકારોને ઝડપી અને સરળ રીતે ન્‍યાય  મળી રહે તે માટે સર્વોચ્‍ચ અદાલત, ગુજરાત હાઇકોર્ટ તથા જિલ્‍લા ન્‍યાયાલય ખેડા-નડીઆદ સચોટ રીતે આપવામાં આવતાં માર્ગદર્શન અનુસાર તાલુકા કોર્ટો સહિત તમામ તમામ કોર્ટોમાં સધન કામગીરી કરવામાં આવી રહી છે જે પડતર કેસોના નિકાલ માટે મહત્‍વની ભૂમિકા ભજવશે.વ્‍યસન મુક્તિ અંગે સઘન કામગીરી કરતી સામાજિક સંસ્‍થા એવી નવપ્રભાત વ્‍યસનમુક્તિ અને પુનઃવસન કેન્‍દ્ર કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. વ્‍યસનથી થતાં ગંભીર રોગો સામાજિક અસરો વિગેરે બાબતોને લગતું પ્રદર્શન કરાયું હતું. આ સંસ્‍થાના પ્રોજેક્ટ ડાયરેટરશ્રી સંજય આર.રોહિતે યુવાનો દેશનું ભવિષ્‍ય છે અને દેશના ઉજ્જવળ ભવિષ્‍ય માટે યુવાનોને તમામ વ્‍યસનોથી મુક્ત થવા અપીલ કરી હતી.આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્‍લા ન્‍યાયાલય નડીઆદ તથા આઇ.ટી.આઇ. પલાણાના આચાર્ય કમલેશ વ્‍યાસ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પલાણા આઇ.ટી.આઇ.નાં ઇન્‍સ્‍ટ્રકટરશ્રીઓ કર્મચારીગણ તથા તાલીમાર્થીઓ સહિત કુલ ૧૫૦ લોકોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

SHARE

Author: verified_user

0 comments: