Friday, 31 May 2019

લીંબાસી ગામ પાસે ફૂડ કંપની દ્વારા દૂષિત પાણી છોડાતા ગ્રામજનોનો હલ્લાબોલ

SHARE

લીંબાસી ગામ પાસે ફૂડ કંપની દ્વારા દૂષિત પાણી છોડાતા ગ્રામજનોનો હલ્લાબોલ

નડિયાદ;તા31,હિ.સ -ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામ પાસે આવેલ એક કંપનીના દુષિત પાણી અંગે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો.કંપની દ્વારા  છોડવામાં આવતુ પાણી ગ્રામજનોના ખેતરોમાં જવાને કારણે ખેતરના પાકમાં નુકસાન થવાને કારણે હોબાળો કર્યો હતો.માતર નજીક આવેલ લીંબાસીના ચાનોર પાટીયા પાસે આવેલી ઇસ્કોન ફુડ કંપની છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે.કંપની દ્વારા છોડવામાં આવતુ દુષિત પાણી આજુબાજુના ખેતરોમાં જવાને કારણે ખેતરોમાં ક્ષાર ફુટી નિકળે છે.અને ખેડુતોના ઉભા પાકને નુકસાન પહોચાડે છે.ખેડુતો દ્વારા ખેતરમાં કરવામાં આવતી રોપણી બળી જતા ખેડુતોએ કંપની પાસે આવી હોબાળો કર્યો હતો.ખેડુતો દ્વારા ઇસ્કોન બાલાજી કંપનીના માલિકોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.કાર્યવાહી કરવામાં ન આવતા રોષે ભરાયેલા ખેડુતોએ કંપની બહાર હલ્લાહબોલ કર્યુ હતુ.જ્યારે કંપની દ્વારા એક ખેડુતની જમીન ખેડી નાખવામાં આવી હતી.આ અંગે ખેડુતે કંપનીના માલિકોને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે ભૂલથી છોડાય ગયુ હોવાનુ જણાવ્યુ હતુ.કંપનીની આજુબાજુ આવેલા આશરે ૧૦ થી વધુ ખેડુતોએ ચિમકી ઉચ્ચારી છે કે આ અંગે કોઇ યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન અને પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
કલ્પેશ પટેલ / હિંદુસ્થાન સમાચાર 
SHARE

Author: verified_user

0 comments: