ચારૂસેટ હોસ્પિટલ દ્વારા વડતાલમાં હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો
આણંદ:તા31 - આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ની વિશ્વવિખ્યાત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર નજીક હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વ હરિભક્તોને વિવિધ પ્રકારની જેમકે પાર્કિન્સન્સ, હાડકાના ઘસારા, મોતિયા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ વગેરે જેવા રોગો માટે સચોટ માહિતી તેમજ હેલ્થ પેકેજ પ્લાનની માહિતી પુરી પાડવામાં આવી હતી. લગભગ 15 હજારથી વધુ હરિભક્તોએ આ સુવિધાનો લાભ લીધો હતો.


0 comments: