Thursday, 30 May 2019

દિવ્યાંગોને વિનામૂલ્યે તાલીમ શિક્ષણ અને નિવાસની સુવિધા ઉપલબ્ધ

SHARE
દિવ્યાંગોને વિનામૂલ્યે તાલીમ શિક્ષણ અને નિવાસની સુવિધા ઉપલબ્ધ
વડોદરાતા૩૦-ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર સંસ્થા દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા માન્ય વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને વિનામૂલ્યે તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા આપવામાં આવે છે. (૧) કોમ્પ્યુટર (MS Office, data entry, tally account, dtp) (૨) સિવણ (૩) સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રિન્ટીંગ (૪) બુક બાઇન્ડીંગ (૫) સંગીત (૬) ફાઇલ મેકિંગ (૭) ગૃહવિજ્ઞાન અને બ્યુટી પાર્લર સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં વિનામૂલ્યે જુન-૨૦૧૯થી પ્રવેશ શરૂ છે. મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તેમજ પ્રવેશ અપાવવા ઇચ્છતા વાલીઓએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુકોને છાત્રાલયમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે. સ્વરોજગારીના કોમ્પ્યુટર તેમજ સિવણ આઇટીઆઇ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર મહિલા તાલીમાર્થીને માસિક રૂા. ૨૫૦૦ અને અન્ય તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર પુરૂષ તાલીમાર્થીને રૂા. ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. દિવ્યાંગ ભાઇ-બહેનોએ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરિસર, વિસનગર-વિજાપુર હાઇવે, બાજીપુરા પાટીયા પાસે, મુ.કુવાસણા તા.વિસનગર જિ. મહેસાણા (ઉ.ગુજ) ફોન નં. (૦૨૭૬૫) ૨૮૧૨૧૦ પર સોમથી શનિવારે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન સંપર્ક કરવો. પ્રવેશ મેળવવા પોતાના અસલ અને ઝેરોક્ષ ડોક્યુમેન્ટસ સાથે રૂબરૂમાં સંપર્ક કરવો. દિવ્યાંગ કુમાર અને કન્યા છાત્રાલયની અલગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. 

SHARE

Author: verified_user

0 comments: