Wednesday, 29 May 2019

નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી એ આવક અને ડોમિસાઈલ સર્ટી લેવા ભારે ઘસારો થતા નડિયાદ ના ધારાસભ્યં પંકજ દેસાઈ એ મુલાકાત લઈ સબંધિતતંત્ર સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ

SHARE
 નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી એ આવક અને ડોમિસાઈલ સર્ટી લેવા ભારે ઘસારો  થતા નડિયાદ ના ધારાસભ્યં પંકજ દેસાઈ એ મુલાકાત લઈ સબંધિતતંત્ર સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ



નડિયાદ તા 29  -ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ ના ધારાસભ્યં પંકજ દેસાઈ નડિયાદ કલેક્ટર કચેરીએ વિશેષ મુલાકાત લઇ લાભાર્થીઓને પડતી અગવડતા વિષે ની સબંધિત તંત્ર સાથે વિચારવિમર્શ કરી તેમજ તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  આર્થિક રીતે પછાત વર્ગ EBC માટે ૧૦% અનામત જાહેર કરી છે. આ લાભ માટે લાભાર્થીને કલેક્ટર ઓફિસ ખાતેથી આવકનો દાખલો અને ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે તથા OBC વર્ગને પણ કલેક્ટર કચેરીએથી પ્રમાણપત્ર મેળવવાના હોય છે હાલ ઘસારાના કારણે લાભાર્થીઓને EBC અને OBC ના જરૂરી દાખલા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે અંગેની યોગ્ય રજુઆત  નડિયાદ મામલતદાર શહેર અને ગ્રામ્યને કરી લાભાર્થીઓને આવકનો દાખલો અને ડોમિસાઈલ સર્ટિફિકેટ ઝડપથી એક જ જગ્યાએથી મળી શકે તે અંગેનું યોગ્ય નિવારણ કરવામાં આવ્યું હતું.
EBC અને OBC અનામતના લાભાર્થીએ ડોમિસાઈલ અને આવકના પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેવાસીનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, અને આવકના દાખલા માટેની એફિડેવિટ રજુ કરવાની રહેશે.તથા સરકારે હાલ વિધવા સહાય યોજનામાં ૨૧ વર્ષથી વધુ ઉંમરનું સંતાન હોવા છતાં પણ સહાય મળવા પાત્ર છે તે અંગેનો સુધારો કરેલ છે તો તે અંગેની સહાયના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ હાલ કલેક્ટર કચેરીમાં ચાલુ છે તો આ અંગે વિધવા બહેનો તેનો વધુ માં વધુ લાભ લઇ શકે તે માટે આપણે સૌ જાગૃતિ રાખી આ માહિતી લાભાર્થી બહેનો સુધી પહોંચડીએ તેવી  અપીલ પણ ધારાસભ્યં પંકજ દેસાઈ એ  કરી હતી .

SHARE

Author: verified_user

0 comments: