Wednesday, 29 May 2019

વડતાલ ખાતે ઇન્‍ડિયન જર્નાલીસ્ટ યુનિયનના નવમા ત્રિદિવસીય પ્‍લેનરી સેશનને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખુલ્‍લુ મુકશે

SHARE

વડતાલ ખાતે ઇન્‍ડિયન જર્નાલીસ્ટ યુનિયનના નવમા ત્રિદિવસીય
 પ્‍લેનરી સેશનને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખુલ્‍લુ મુકશે
નડિયાદતા29-ઇન્‍ડિયન જર્નાલીસ્‍ટ યુનિયન, દિલ્‍હી દ્વારા સુપ્રસિધ્‍ધ તીર્થધામ વડતાલ ખાતે યોજાનાર નવમા ત્રિદિવસીય પ્‍લેનરી સેશનનું તા.૦૧/૦૬/૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૧૦/૦૦ કલાકે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ખુલ્‍લુ મુકવામાં આવશે. આ સેશન ગુજરાત જર્નાલીસ્‍ટ યુનિયનના યજમાન પદે યોજાઇ રહયું છે. આ સેશનમાં ભારતભરના ૩૦૦ ઉપરાંત ગુજરાતના ૧૦૦ જેટલા પત્રકારો ભાગ લેશે. મુખ્‍યમંત્રીના  હસ્‍તે પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્‍ટ કામગીરી બદલ પત્રકારોનું સન્‍માન કરવામાં આવશે. આ અવસરે ભગવાન સ્‍વામિનારાયણ લિખિત વચનામૃતના ૨૦૦ વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે.
       આ અવસરે ગુજરાત સહિત સહિત દેશભરના પત્રકારો, પદાધિકારીઓ હાજર રહેશે.
       કલેકટર કચેરી ખાતે કલેકટર સુધીર પટેલના અધ્યક્ષસ્‍થાને મુખ્‍યમંત્રીના વડતાલ ખાતેના કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ સબંધિત વિભાગોને કરવાની થતી કામગીરી અસરકારક રીતે કરવા સૂચનાઓ આપી હતી.
       આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત સબંધિત અધિકારીઓ હાજર રહયા હતાં.


SHARE

Author: verified_user

0 comments: