Wednesday, 29 May 2019

ચારૂસેટ હોસ્પિટલમાં સુવાવડ દરમિયાન માતા-મરણ અટકાવવાકોથળીનું સફળ ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવ્યો

SHARE

ચારૂસેટ હોસ્પિટલમાં સુવાવડ દરમિયાન માતા-મરણ અટકાવવાકોથળીનું સફળ ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવ્યો
                      ડૉ.ઉર્વી દેસાઈ 


 આણંદ તા 29, :આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના  ચાંગા સ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં તાજેતરમાં સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરે  એક મહિલા દર્દીનું સુવાવડ દરમિયાન કોથળીનું સફળ ઓપરેશન (ઓબ્સ્ટ્રેટીક હિસ્ટ્રેક્ટોમી)  કરી જીવ બચાવ્યો હતો. સુવાવડ દરમિયાન રક્ત સ્ત્રાવ અટકાવવા  કોથળીનું  સૌથી વધુ જટિલ ઓપરેશન કરી માતાનો જીવ બચાવવામાં આવ્યો હતો. ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડો. ઉર્વિ દેસાઇએ આ ઓપરેશન કર્યું હતું.નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડો. ઉર્વિ દેસાઇએ જણાવ્યુ હતું કે દર્દીને સેન્ટ્ર્લ પ્લેસેન્ટા પ્રિવિયા એટ્લે કે મેલી આગળ હોવાથી સતત રક્ત સ્ત્રાવ ચાલુ હતો. જેના માટે સારવાર અર્થે સૌપ્રથમ પેટલાદમાં દર્દીને બતાવવામાં આવ્યું હતું જ્યાંથી વધુ સારવાર માટે અન્ય  હૉસ્પિટલમાં ગયા હતા અને ત્યાં  પ્રાથમિક સારવાર પછી દર્દીને આગળ રિફર કર્યા હતા. લોહીની બોટલ સાથે આવેલા દર્દીનુ અગાઉ સિઝેરીયન થયું હોવાથી તેમજ આ વખતે પણ જોખમી પ્રસૂતા હોવાથી તાત્કાલિક સિઝેરીયન કર્યું હતું.પરંતુ દર્દીને મેલી ગર્ભાશયની થેલી સાથે ચોટેલી હોવાથી  તેમજ રક્ત સ્ત્રાવ ચાલુ હોવાથી સિઝેરીયન દરમિયાન ગર્ભાશયની કોથળીનું  ઓપરેશન કરી રક્ત સ્ત્રાવ અટકાવ્યો હતો અને સંભવિત માતા-મૃત્યુ અટકાવ્યું હતું. આ દર્દીને માં યોજનાનો લાભ આપી નિશુલ્ક સારવાર આપી હતી.આ અગાઉ પણ ઘણા બધા અધરા કેસોમાં ડો. ઉર્વિ દેસાઇ દ્વારા સફળ રીતે ઘણા દર્દીઓની સારવાર કરવામાં આવી છે.  ચારૂસેટ હોસ્પિટલમાં સ્ત્રી રોગ વિભાગમાં સફળ ઓપરેશન પછી આ મહિલા દર્દીની તબિયત સારી છેસફળતાપૂર્વક ઓપરેશન પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


SHARE

Author: verified_user

0 comments: