લોસ એન્જલસ તા 3 -શ્રી સંતરામ મંદિર નડિયાદના દીક્ષીત સંત શ્રી હરીદાસ મહારાજશ્રીએ ઉપરોક્ત વક્તવ્ય લોસ એન્જલસના શ્રી સંતરામ ભક્ત સમાજ ના મિલન સમારોહમાં પ્રેરણા આપી હતી.. બ્રહ્મલીન મહંતશ્રી નારાયણદાસજી પ્રેરીત તથા પ.પૂ શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશિર્વાદ સાથે સૌ પ્રથમવાર સંતરામ મંદિરના સંત શ્રી હરિદાસજી મહારાજ અમેરીકાના પ્રવાસે પધારેલ છે. લોસ એન્જલસના સંતરામ ભક્ત સમાજ દ્વારા તેમની અર્મુતવાણીનો લાભ લેવા નોર્વોક સ્થિત શ્રી રાધાક્રુષ્ણ મંદિરમાં સત્સંગ યોજવામાં આવ્યો હતો. સદર મંદિરના શસ્ત્રીજી શ્રી ભરતભાઈ રાજગોરે તેઓશ્રીના સ્વાગત્ત પ્રવચનમાં જણાવ્યું કે સત્સંગનો એક શબ્દ પણ કોઈના જીવનમાં ઉતરી જાય તો તેઓનો આલોક અને પરલોક સુધરી જાય છે. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.રશ્મિબેન દ્વારા ફુલહાર અર્પણ કરાવ્યા અને શાલ અર્પણ કરવામાં આવી.ત્યાર બાદ સામુહિક રીતે શ્રીહનુંમાન ચાલીસાનું પઠણ કરવામાં આવ્યું...
(સંકલન -કલ્પેશ પટેલ , માહિતી:-હર્ષદરાય શાહ અને તસ્વિર:-કાન્તિભાઈ મિસ્ત્રી ).

0 comments: