આણંદ ખાતે તાજેતર માં શાળા નં 25,100 ફૂટ રોડ,રોયલ પ્લાઝા ગ્રાઉન્ડ માં ચરોતર સુન્ની વહોરા સમાજ (૬૮ અટક) ના સમુહલગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ ના કુલ 10 યુગલોએ ભાગ લઇ મુસ્લિમ વિધિ મુજબ નિકાહ કરી લગ્નગ્રંથી જોડાયા હતા,આ સમુહલગ્નોત્સવ માં ભાગ લેનાર નવયુગલો ને મંડળ તરફથી તથા સમાજના દાતાઓ તરફથી ખુબજ મોટી સંખ્યામાં ઘર વપરાશ ની તમામ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તથા એક મુસ્લિમ સમાજ અગ્રણી તરફથી જમણવાર પેટે ૫૧૦૦૦/- જેટલી માતબર રકમ આપી મંડળને ઉમદા મદદ કરી હતી .પ્રોગ્રામ ની શરૂઆત તિલાવતે કુરઆન થી કરવામાં આવી હતી ત્યાર બાદ મંડળ ના સેક્રેટરી હાજી ઇલ્યાસભાઈ દ્વારા મંડળ નો પરિચય આપવામાં આવ્યો હતો , પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ શ્રી એ.બી.ચનીયારા સાહેબ (જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આણંદ) પોતાની ધર્મપત્ની ડો.ઇલા એ.ચનીયારા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલો ને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે કુરિવાજો દૂર કરવા અને ઓછા ખર્ચે લગ્ન કરતા આ યુગલોને સરકારશ્રી તરફથી સાત ફેરા સમુહલગ્નોત્સવ યોજના હેઠળ દસ હજાર રૂપિયા તેમજ કુંવરબાઈ ના મામેરું યોજના હેઠળ બીજા રૂપિયા 10 હજાર એમ કુલ 20 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી સાથે સાથે એક યુગલ દીઠ રૂપિયા 2 હજાર લેખે મંડળ ને આપવાની જાહેરાત કરી સાથે સાથે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શૈલેષભાઈ ઇન્દુભાઈ પટેલ (કોમ્ફી ફર્નિચર ) વિદ્યાનગર વાળા એ સમાજ ને કુરિવાજો થીં દૂર લઈ જઈ ઓછા ખર્ચે લગ્ન કરાવવા બદલ મંડળ ને અભિનંદન આપ્યા હતા અને જ્યારે જ્યારે પણ મંડળ ને જરૂર પડે પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપશે એવી જાહેરાત કરી હતી અને તમામ નવયુગલો ને આશીર્વાદ આપ્યા હતા તેઓએ ખાસ જણાવ્યું કે આજે મુસ્લિમ સમાજ ના આટલા મોટા પ્રસંગ માં મુખ્ય મહેમાન અને અતિથી વિશેષ તરીકે આપના સમાજે ત્રણે ત્રણ હિન્દૂ સમાજના વ્યક્તિ ને બોલાવ્યા અને કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે હું મંડળ ને દિલથી અભિનંદન આપું છું તેમજ ખાસ ઉપસ્થિત ડો.દિપક પંડ્યા(હોપ્સ હોસ્પિટલ ) આણંદ ના ગાયનેક તેમજ ટેસ્ટયુબ બેબી સ્પેશિયાલિસ્ટ દ્વારા નવયુગલો ને આશીર્વાદ આપી મેડિકલ ક્ષેત્રે જ્યારે જ્યારે સમાજ ને તેમની જરૂર પડશે ત્યારે તેઓ હંમેશા સાથ સહકાર માં અગ્રેસર રહેશે તેવી ખાત્રી આપી હતી. સંસ્થાના યુવા પ્રમુખ હાજી રિયાઝભાઈ નાવલીવાળા દ્વારા જણાવવા માં આવ્યું કે આગામી સમય માં સમાજ ને મેડિકલ તેમજ સામજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લઈ જવાના અથાગ પ્રયત્નો કરવામાં આવશે તેમજ સાથે સાથે તેમના આમંત્રણ ને માન આપી ખુબજ મોટી સંખ્યા માં ઉપસ્થિત તમામ નો તેઓએ આભાર માન્યો હતો તેમજ સમાજ ના સખી દાતાઓ ને પણ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે સમાજ માં પડતી રક્ત ની અછત ને પોહચી વળવા ના હેતુથી ઇતિહાસ માં પ્રથમ વખત ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ ના સમુહલગ્નોત્સવ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન ક્ષેત્રે જાગૃતિ લાવવના હેતુથી સંસ્થા પ્રમુખ હાજી રિયાઝભાઈ નાવલીવાળા એ પ્રથમ રક્તદાન કર્યું હતું ત્યારે બાદ ઉમ્મીદ ગ્રુપ આણંદ ની ટીમના યુવાઓ રિયાઝભાઈ (રિલુ) ,ટીકુંભાઈ કાજલ,ડો.જાવેદ ,તેમજ ઉમ્મીદ ગ્રુપ ના યુવાઓ દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો સમુહલગ્ન સમારોહના પ્રોગ્રામ ને સફળ બનાવવા યુવાઓ ની ધ પાવર ઓફ યુનિટી ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી અને પ્રોગ્રામ ને ખૂબ સફળ બનાવ્યો હતો,આવનાર દરેક મહેમાન દ્વારા ધ પાવર ઓફ યુનિટી ટિમ ને અભિનંદન આપવામાં આવ્યા હતા તથા ચ.સુ.વ.સુ મંડળના ટ્રસ્ટીશ્રી યારીફભાઈ ,સલીમભાઈ તથા અલ્તાફભાઈ તથા મંડળના હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી સભ્યોએ પણ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો
પ્રોગ્રામ ના અંતે મંડળ ના હાજી સલીમભાઈ મહેમદાવાદ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તેમજ મંડળ ના પ્રમુખ હાજી રિયાઝભાઈ નાવલીવાળા એ સમુહલગ્નોત્સવ માં ખીદમત કરનાર ટિમ પાવર ઓફ યુનિટી અને ઉમ્મીદ ગ્રુપ તથા લગ્ન કમિટી ચેરમેન ઐયુબભાઈ (સુણાવવાળા)નો ખાસ આભાર માન્યો હતો તથા સમગ્ર પ્રસંગને પોતાની આગવી શૈલીમાં સફળતા અપાવવા માટે પ્રમુખશ્રી સાથે રહી ઈમરાનભાઈ ક્લાસિકની મહેનત તથા જુસ્સાને પ્રમુખશ્રી તથા અગ્રણીઓએ બીરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

0 comments: