રાજપીપળા તા -01 :નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક ની દારૂ જુગારની સમગ્ર નર્મદા જિલ્લામાંથી ચુસ્ત પણે નાબુદીની સુચનાથી આમલેથા પો.સ્ટે. વિસ્તારના મલાવ ગામે રહેતાં જેન્તીભાઇ મથુરભાઇ વસાવા પોતાના આર્થીક ફાયદા સારૂ પોતાના ઘરની પાછળ વાડામાં ગે.કા.રીતે પૈસાની હારજીતનો જુગાર રમાડતાં હોય બાતમી આધારે રેડ કરતાં રોકડા રૂપીયા ૪૯,૭૯૦/ તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૧૦૫૦૦/ તથા ફોરવ્હીલ ગાડી-૨ કિ.રૂ.૨,૫૦,૦૦૦/ તથા મો.સા.-૨ કિ.રૂ.૪૦,૦૦૦/ તેમજ જુગાર ના સાધનો કિ.રૂ.૧૬૦/ મળી કુલ મુદામાલ રૂ.૩,૫૦,૪૫૦/ સાથે સાથે જુગારીઓની પકડી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ આરોપીઓ (૧) દિપકભાઇ કંચનભાઇ પટેલ રહે. હજરપુરાતા. નાંદોદ (૨) વિશાલભાઇ પ્રકાશભાઇ અધ્યારૂ રહે.રાજપીપળા વિશાવગા (૩) જયેશભાઇ કિશનભાઇ વસાવા રહે.મોતીબાગ રાજપીપળા (૪) નંદકિશોર ઠાકોરલાલ શાહ રહે.રાજપીપળા શેઠ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા (૫) જીતેન્દ્રભાઇ પ્રવિણચંન્દ્ર ભગતવાલા રહે.રાજપીપળા,વડ ફળીયુ (૬) નિતેષભાઇ મનહરભાઇ પટેલ,રહે. દરબાર રોડ, શ્રીનાથજી મંદિર, (૭) કનુભાઇ મથુરભાઇ વસાવા રહે.ભરૂચ બી-૩૦ ગણેશ વિહાર સોસાયટી ,ઝાડેશ્વર રોડ તા.જી.ભરૂચ (૮) નામશરણ ઝીણાભાઇ ચીખલીગર,રહે.રાજપીપળા,રાજેન્દ્ રનગર ,સોસાયટી (૯) જયંતીભાઇ મથુરભાઇ વસાવા,રહે.પલાવ તા.નાંદોદ ને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આમલેથા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
વિપુલ ડાંગી /રાજપીપળા

0 comments: