અમદાવાદના સરસપુરમાં વાનરનો આંતક, સાત લોકોને કરડી ખાધા
અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે પ્રાણીઓ હવે માણસો પર હુમલા કરી રહ્યાની ઘટનાઓ વધી રહી છે. ગાય અને કૂતરાના આંતક બાદ હવે વાનરોનો ત્રાસ વધ્યો છે. શહેરના સરસપુર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વાનરે તરખાટ મચાવ્યો છે. સરસપુરની પોપટલાલ મોહનલાલની ચાલી જજ સાહેબની ચાલીના વિસ્તારમાં વાનર વહેલી 6થી 7 વાગ્યાના ગાળામાં આવી ઘરની બહાર સુતેલા લોકોને બચકા ભરી જાય છે.
છેલ્લા 15 દિવસમાં અનેક લોકોને આ વાનર કરડી ચુક્યો છે. 7 લોકો કપિરાજને કારણે ઘાયલ થયા છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. મુકેશભાઈના નામના વ્યક્તિને પગમાં મોટો ખાડો પડી ગયો છે અને તેમને 6 ટાંકા લેવાની ફરજ પડી છે. અન્ય એક ભોગ બનનાર ચિરાગ રવિવાર હોવાથી તેઓ પોણા સાત સુધી ધાબે સૂતો હતો અને વાનર તેને બચકું ભરી ભાગી જતા 7 ટાકા લેવા પડ્યા છે. વાનરના બચકાં ભરવાની સૌ પ્રથમ ઘટના અયુબ ખાન નામના વ્યક્તિ સાથે ઘટના 15 દિવસ પહેલાં બની હતી પરંતુ તેઓ આજેય એ ઘટનાને ભૂલ્યા નથી. તેમને પણ 12 ટાકા આવ્યા હતા.
સ્થાનિકોએ વન વિભાગના ટોલ ફ્રી નંબર પણ જાણ કરી હતી. 2 લોકોની ટીમ સાંજના 8 વાગે આવી પણ હતી.પણ વાનર ન દેખાતા તેઓ પરત ફર્યા હતા. વહેલી સવારે વન વિભાગની ટીમ આવે તો સવારના સમયે આંતક ફેલાંવતા વાનરને પકડી શકાય તેમ સ્થાનિકનું કહેવું છે.
by -જયેશ ટોલીયા /અમદાવાદ

0 comments: