આણંદ શહેર ની ટુકી ગલીમાં અજંપાભરી શાંતિ વચ્ચે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આજ સવાર થી જ ફરીથી દબાણો ના ખડકાય જાય તેમાટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
આણંદ તા,૨૭ – આણંદ શહેરની જુના બસ સ્ટેશન
ની નજીક આવેલી ટુકી ગલી ના દબાણો હટાવવાને
મુદે ગઈકાલે પોલીસ અને લારીઓવાળા વચ્ચે સર્જાયેલી મગજમારી ના પગલે પોલીસે રાયોટીંગ
નો ગુનો દાખલ કરી ને સંડોવાયેલા શખ્શોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે
આજે વેહલી સવારથીજ પોલીસ દ્વારા ટુકી ગલીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
હતો જેને લઈને અંજપાભરી શાંતિ પથરાયેલી જોવા મળી રહી હતી મળતી વિગતો અનુસાર ગઈકાલે
બપોરના સુમારે ટુકી ગલીના દબાણો હટાવવાને લઈને પોલીસ અને લારીઓવાળા વચ્ચે અથડામણ
થઇ હતી જેમાં એક પોલીસ જવાનને પાઈપ મારીને ચપ્પલની લારીને આગ ચાંપી દેવામાં આવી
હતી જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું આ
સંદર્ભે આણંદ શહેર પોલીસે પોલીસ ની કામગીરી માં અડચણ ,રાયોટીંગ નો ગુનો દાખલ
કરવામાં આવ્યો હતો દરમ્યાન આજ સવાર થી જ ફરીથી દબાણો ના ખડકાય જાય તેમાટે ચુસ્ત બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો હતો જેને લઈને બંધ થઇ
ગયેલો રસ્તો ફરીથી ખુલી જવા પામતાં વાહન ચાલકો ને રાહત નો દમ લીધો હતો કેટલાક
જાગૃત નાગરિકો ના જણાવ્યા અનુસાર શહેર ના જુના બસ સ્ટેશન અને તેની આસપાસ હજીએ ઘણા
દબાણો છે જેને પણ જો તાકીદે આમાંજ દુર કરવામાં આવે તો સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકનો
સમસ્યા માંથી છુટકારો મળી શકે તેમ છે જયારે આશ્વય સાથે આક્ષેપ કરતા હતા કે આ હતાવેલું
દબાણ કેટલો સમય પછી થોડાક સમય બાદ પાછા જેસે
થે ગોઠવાઈ જાય છે ....!!!!

0 comments: