Wednesday, 1 May 2019

જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જાહેર જનતા માટે પાણી/છાશ વિતરણ કરવામાં આવ્યું

SHARE

જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જાહેર જનતા માટે
પાણી/છાશ વિતરણ કરવામાં આવ્યું




આણંદ- જિલ્લામાં વધતી જતી અસહ્ય ગરમીના કારણે પ્રજાજનો,શ્રમિકો,સૌકોઇ પરેશાન છે ત્યારે ગરમીના કારણે નાગરિકો  ડિહાઇડ્રેશન નો શિકાર ન બની જાય તેમજ તેમજ પાણીની તરસ બુઝાવી શકાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાણે  નગરપાલિકા અધિકારીઓનિે જાહેર જનતા માટે પીવાનું પાણી તેમજ છાસની વ્યવસ્થા કરવા સૂચવ્યુ છે. જેનો પેટલાદ નગરમાં પ્રારંભ થયો. અહીં રાહદારીઓ તેમજ મજૂરીયાતવર્ગ અને અબાલવૃધ્ધો માટે જાહેર પાણી અને છાશ વિતરણ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યુ. જે કારણે એક તરસ્યા ની તરસ બુઝાવી શકાય અને અસહ્ય તાપમાં નાગરિકો સ્વસ્થ રહી શકે તે માટે આ કાર્ય મહત્વનું બની રહ્યુ છે.

SHARE

Author: verified_user

0 comments: