Wednesday, 1 May 2019

કરમસદ-ભંડેરજ કાંસની સાફ સફાઇ નું કાર્ય પુર્ણતાને આરે

SHARE
કરમસદ-ભંડેરજ કાંસની સાફ સફાઇ નું કાર્ય પુર્ણતાને આરે.
વરસાદી પાણીનો નિકાલ સરળતા થી થઇ શકે તે માટે
અગમચેતીપુર્વક કાર્ય હાથ ધરાયુ.

આણંદ જિલ્લાના અન્ય કાંસની સાફ-સફાઇમાં પણ તંત્ર સજ્જ 
આણંદતા 01 -  ચોમાસુ નજીક છે અને હવામાન ખાતા દ્વારા સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે માટે અગમચેતી પુર્વક આણંદ જિલ્લાના વિવિધ કાંસની સાફ સફાઇ નું કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે જેના કારણોસર વરસાદી પાણીનો નિકાલ સારી રીતે થઇ શકે.
       આ કાર્યના ભાગરુપે કરમસદ-ભંડેરજ કાંસ જે આશરે ૩૮૨૨૦ મીટરની લંબાઇ ધરાવે છે અને આણંદ ના જોળ, વડતાલ, બાંધણીચોકડી, પાળજ, આમોદ,નાર,રામોદડી,સાંસેજ ગામોમાંથી પસાર થઇને (ખંભાત) ને મળે છે તેની આણંદ સરકારી યાંત્રિક વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ સરાકારી મશીનરી દ્વારા પુર્ણ કાંસની સાફ સફાઇનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ અને જે સફળતા પુર્વક પાર પડ્યુ હતુ. અને હાલ આ કાંસની થયેલ સાફ-સફાઇ ના કારણે  કાંસની આજુબાજુ આવેલ ગામ લોકોને કાંસના પાળા પરથી અવર-જવર કરવામાં તેમજ કાંસમાંથી પાણીનો નિકાલ સરળતાથી  થઇ જતો હોઇ,કાંસની સાફ-સફાઇની કામગીરી ચાલતી હોઇ તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ હાલ આ કાંસની સાફ-સફાઇનું કામ પુર્ણતાને આરે છે. આણંદ જિલ્લાના અન્ય કાંસ ની સાફ-સફાઇનું કામ પણ હાથ ધરીને તેમજ અગમચેતી વાપરીને આણંદ જિલ્લાને આરોગ્યપ્રદ અને નયનરમ્ય બનાવવીને વરસાદી પાણીનું નિકાલ સરળતાથી થઇ શકે તે દિશામાં તંત્ર સતત પ્રયત્નશીલ છે. 
SHARE

Author: verified_user

0 comments: