Tuesday, 30 April 2019

નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં આઝાદીના 72 વષૅ પછી પણ અહીના ગામના બાળકોના નશીબમા....

SHARE


નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં આઝાદીના 72 વષૅ પછી પણ અહીના ગામના બાળકોના નશીબમા..... 

પ્રાથમિક શાળા ન હોવાથી  બાળકોના માથે શિક્ષણનુ આભ તોળાઈ ને બત્રીસ કિલોમીટરનો  ફેરો મારી સંધષૅ કરી સાગબારા તાલુકાના નાની મોગરી ગામની શાળામા અભ્યાસ કરવા મજબૂર બનવું પડી રહયું છે
રાજપીપળા ,તા 30, :સરકાર ભણશે ગુજરાત।.. ગણશે ગુજરાત અને દોડશે ગુજરાત જેવી વાતો તો મોટે મોટેથી કરી રહી છે.અને ભણતર ના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી કરીને  શાળા પ્રવેત્સોવ,કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા અનેક કાયૅકમો શિક્ષણ ની જાગ્રૃતી માટે કરે છે  પણ આ ભણતર ની વાતો કેટલી અંશે પોકળ સાબિત થઈને માત્ર કાગળ પર જ દેખાય રહી છે જેનું મોટામાં મોટું ઉદાહરણ દેડિયાપાડા તાલુકાના શામળઘાટ ગામમાં આજે પણ આઝાદી ના ૭૨વર્ષ પછી પણ  ગામમાં 1થી 5 ધોરણ ની પ્રાથમિક શાળા પણ આપવામાં આવી નથી જેના કારણે શામળ ઘાટ ગામેથી રાલદા ચોકડીથી ગુણવાદ થઈ અંદાજે  32 કિલોમીટર દૂર આવેલ સાગબારા તાલુકાના નાની મોગરી ગામે શિક્ષણ મેળવવા અથૅ બાળકો અભ્યાસ કરવા મજબૂર બની અભ્યાસ કરવા જઈ રહ્યા છે હાલ તો બાળકો શામળ ઘાટથી નાની મોગરી ગામે અભ્યાસ કરવા ખેતરોમાંથી પગદંડી રસ્તે ચાલી ને જાય છે અને આ પગદંડી રસ્તે બે મોટા ગામના કોતર પસાર થાય છે ચોમાસાની ઋતુમાં આ કોતરમાથી વરસાદી પાણીનુ વહેણ છલોછલ એટલું પુરજોશમાં વહે છે કે ચોમાસાની ઋતુમાં બાળકો ચાર મહિના શિક્ષણ થી વચિત રહેવું પડે છે
 ચોમાસાના સમય ગાળામાં  રાલદા ચોકડીથી ગુણવાદ થઈ સાગબારા તાલુકાના નાની મોગરી ગામે અભ્યાસ કરવા આવવું પડે જેથી અહીં ના બાળકો પર શિક્ષણ નુ આભ તોળાઈ ને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણે શામળ ઘાટ ગામના કેટલાક બાળકો તો દેડીયાપાડા તાલુકા મથકે ખાનગી શાળાઓમાં તેમજ સંસ્થાઓની આશ્રમ શાળાની છાત્રાલયોમાં અભ્યાસ કરવા મજબૂર બની ભણી રહ્યા છે ગામમાં 1થી 5 ધોરણ સુધી ની પ્રાથમિક શાળા ન હોવાથી અહી ના લોકો એ પોતાના બાળકો શિક્ષણ થી વંચિત ના રહે એ માટે બહાર ગામે અભ્યાસ કરવા  મૂકવા પડી રહ્યા છે.  ગામ લોકોએ પ્રાથમિક શાળા ની માંગણી પણ કરી હોવાથી આજદિન સુધી કુંભકર્ણ નિંદ્રામાં તંત્ર ઊંઘતું હોવાથી તંત્ર દ્વારા  કોઈ પણ કાર્યવાહી કરી નથી શાળા માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર ના અધિકારીઓ તેમજ નેતાઓ આજદિન સુધી ગ્રામજનોની સમસ્યાનો અંત લાવી શકયતા નથી  ગામ લોકોના કહેવા પ્રમાણે અંદાજે 25 થી 30જેટલા બાળકો અભ્યાસ માટે જુદી જુદી શાળાઓમાં બહાર ગામે અભ્યાસ કરવા જાય છે જેથી વાલીઓ ને આથિક ભાર વેઠવું પડી રહયું છે આ ગામમા શાળા ની સમસ્યા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શું જવાબદાર અધિકારીઓ આ શિક્ષણ ની બાબતને ગંભીરતાથી લઈને નિવારણ લાવશે કે કેમ  તે તો આવનાર સમયે જોવુ રહયુ 
વિપુલ ડાગી, રાજપીપલા
SHARE

Author: verified_user

0 comments: