Tuesday, 30 April 2019

રાજપીપળા લાલ ટાવરની સ્કૂલ પાછળ આગ લાગતા બાળકોમાં ફફડાટ

SHARE
રાજપીપળા લાલ ટાવરની સ્કૂલ પાછળ આગ લાગતા બાળકોમાં ફફડાટ 

કોઈકે કચરું સળગાવતા ખંડેર મકાનમાં સુકાયેલું વૃક્ષ આગની લપેટમાં આવ્યું હોય પાલિકાના બે ફાયર ફાયટર આવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો 



રાજપીપળા,તા 30, : રાજપીપળા લાલા ટાવર પાસે આવેલી તાલુકા શાળા પાછળ આજે સવારે અચાનક આગ ની ઘટના બનતા સ્થાનિકો સહીત શાળા ના શિક્ષકો અને બાળકોમાં ગભરાટ ફેલાયો હતો .તાલુકા શાળાની પાછળના ભાગમાં આવેલા એક ખંડેર બંધ મકાનમાં એક જૂનું સુકાયેલું વૃક્ષ હોય ત્યાં કોઈકે કચરો સળગાવતા સુકાયેલા વૃક્ષમાં અચાનક આગ પકડાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લાગ્યું હતું જોતામાં આગે બંધ મકાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા શાળામાં પરીક્ષા આપી રહેલા ધોરણ 3 અને 4 ના બાળકો અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો ત્યારબાદ સ્થાનિકો પણ દોડતા થયા હતા જોકે બાળકોને બહાર કાઢી મુક્યા બાદ સ્થાનિક સદસ્યા નીતાબેન પંડ્યા એ પાલિકા ફાયરને ફોન કરતા એક બાદ એક બે ફાયર ફાયટર આવી ગયા બાદ ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે શાળાના બાળકો કે સ્ટાફ ને કઈ નુકસાન થયું ન હતું .

 -વિપુલ ડાગી,રાજપીપલા, 
SHARE

Author: verified_user

0 comments: