આણંદ જિલ્લામાં ચોમાસા
પૂર્વેનું આગોતરુ આયોજન :ડીઝાસ્ટર મેનેજમેન્ટ ની બેઠક મળી
આણંદ- ચોમાસા
પૂર્વે તાલુકા/ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી
પુર્વ તૈયારી અંતર્ગત હાથ ધરવાની થતી બાબતો અંગે જિલ્લા કલેક્ટર દિલીપરાણાના
અધ્યક્ષસ્થાને જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં ડીઝાસ્ટર
મામલતદારશ્રી દ્વારા ચોમાસાની
ઋતુનુ અનુલક્ષીને જરુરી સાધન સામગ્રી જેવી કે ટોર્ચ,દોરડા, લાઇફ સેવીંગ જેકેટ, બોટ ,
હોડી વિગેરે જરુરી સાધનો કાર્યન્વિત સ્થિતીમાં રાખવા. મામલતદારશ્રીના
પરામર્શમાં ગામવાર તરવૈયાની યાદી તૈયાર કરવી, અને મામલતદારશ્રી, ડીઝાસ્ટર કચેરીને પુરી પાડવા સૂચના આપવામાં આવી હતી.
ગામવાર ઉપલ્બધ ટ્રેકટરો ની યાદી તૈયાર કરવી.
તેમાં ટ્રેક્ટર નંબર, માલિકનું નામ, તેમનો મોબાઇલ/સંપર્ક નંબર ,ડ્રાઇવરનું નામ, મોબાઇલ નંબર/સપંર્ક નંબર મેળવી તેની
યાદી તૈયારકરી. તા. ૧૫/૫/૨૦૧૯ પહેલા અત્રેની કચેરીએ તથા મામલતદારશ્રી ડીઝાસ્ટર
આણંદને મોકલી આપવા જણાવ્યુ હતુ.
ગામે ગામ ઉપલબ્ધ પાણીના ટેન્કરની વિગતો તેના
માલીક અને સંપર્ક નંબર સાથે તૈયાર કરી અત્રે તથા મામતલદારશ્રી ડીઝાસ્ટર,
આણંદને મોકલી આપવા સુચના અપાઇ.
વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન(VDMP)/ તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન (TDMP) અધતન કરવા જણાવાયું.
દરેક ગામે
પીવાના પાણીનો પુરવઠો નિયમિત અને શુધ્ધ પાણી મળી રહે તે જોવુ,
નિયમિત કલોરીનેશન થાય તે માટે કાર્યવાહી કરવી, દરેક ગામમાં
તથા ગામની શાળાઓ માં આવેલ પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઇ થાય તે માટે
સંબંધિતને તુરંત સુચનાઓ આપવામાં આવી.
આપના તાલુકામાં કોઇ ગામે રોગચાળા/આરોગ્ય વિષયક
આપદા ઉપસ્થિત થવા ન પામે તે માટે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સાથે સંકલન જાળવવુ. ગામે
સાફ/સફાઇ માટે સંબંધિતો ને સુચના આપવામાં આવી.
જે ગામે
પ્રાથમિક શાળાઓમાં એમ.જી.વી.સી.એલ.ની ડીપી / ટ્રાન્સફોર્મર આવેલ હોય તો તે શાળાના
કંપાઉન્ડ માંથી દૂર ખસેડવા કાર્યવાહી કરવી.
આપના
તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ તેમના નિયત થયેલ સેજાના ગામે ફરજિયાતપણે રહે અને
આપની પુર્વ મંજુરી સિવાય હેડક્વાર્ટર ન છોડે તે માટે સુચનાઓ આપવામાં આવી.
કોઇ આપતકાલીન
ઘટના/દુર્ધટના ના બનાવ બનેથી તુરંત રાહત બચાવની કાર્યવાહી હાથ ધરાય તેમ કાર્યઆયોજન
કરવુ અને આવા બનાવ બાબતે વિના વિલંબે ડીઝાસ્ટર કંટ્રોલરુમ તથા સંબંધિત
સત્તાધિકારીશ્રીને જાણ કરવાની રહેશે.
આ બેઠકમાં તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


0 comments: