રાજપીપલાના
પ્રાંત કચેરીનાં પ્રાંગણથી ટાઉનહોલ સુધી
બેનર્સ સાથે અચૂક મતદાનના
સંદેશા સાથે યોજાઇ “WALK FOR VOTE”
માટેની જનજાગૃત્તિ રેલી
રાજપીપળા :- ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા
લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના કાર્યક્રમ અન્વયે તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ
નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ
મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ આજે
રાજપીપલા ખાતે સ્વીપ અંતર્ગત “WALK FOR VOTE”માટે યોજાયેલી મતદાર જાગૃત્તિ
રેલીને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કે. ડી. ભગત, નાયબ ચૂંટણી અધિકારીશ્રી એ. આઇ.
હળપતિ, સ્વીપનાં નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. નિપાબેન પટેલ,
નાંદોદ મામલતદારશ્રી બારોટ વગેરેએ સામુહિક રીતે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજપીપળાની
પ્રાંત કચેરીના પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાર
જાગૃત્તિનાં બેનર્સ સાથેની આ રેલી સરદાર ટાઉનહોલ ખાતે સમાપન થયુ હતું.
જિલ્લા ઔકડા અધિકારીશ્રી અને
ઇન્ચાર્જજિલ્લા આયોજન અધિકારીશ્રી આર. આર. ભાભોર, દિવ્યાંગ મતદારો માટેના નોડલ
અધિકારીશ્રી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી પ્રિયંકા ખોજા, અધિક જિલ્લા
આરોગ્ય અધિકારીશ્રી ડો. વિપુલ ગામીત, કાર્યપાલક ઇજનેરશ્રી આઇ. વી. પટેલ સહિત રાજપીપલાના
વિવિધ વિભાગ સરકારી અધિકારીઓ / કર્મચારીઓ, પી.ટી.સી. કોલેજની વિદ્યાર્થીનીઓ આ
રેલીનાં સ્વરૂપમાં જોડાયા હતા. રાજપીપળાની પ્રાંત કચેરીના પ્રાંગણથી એસ.ટી.ડેપો,
જિલ્લા ન્યાયાલય, સફેદ ટાવર થઇ સ્ટેશન રોડથી પસાર થઇ સરદાર ટાઉન હોલ સુધી પહોંચી
હતી અને મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિમતી મતની
અગત્યતા સાથે તા. ૨૩ મી એપ્રિલ,૨૦૧૯ ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ
લેવાનો સંદેશો આપ્યો હતો.
મતદાર જાગૃત્તિ રેલીમાં “મતદાર જાગૃતિ દેશની પ્રગતિ”, “૨૩મી
એપ્રિલે ગુજરાત
કરશે મતદાન”, “લોકશાહીનું કરીએ જતન, મતદાન અવશ્ય કરીશું એવુ આપીએ વચન”, વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની
આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા. ૨૩ મી
એપ્રિલે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે શહેર-જિલ્લાવાસીઓને
સંકલ્પબધ્ધ કરાયા હતા.
0 comments: