રાજપીપળા જિલ્લાના ૮૦ થી
વધુની વયના ૬૩૭૫ જેટલા વડીલ-બુઝુર્ગ મતદારોને પ્રેરકપત્રોના માધ્યમથી અચૂક મતદાનનાં
આહવાન સાથે પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
આઇ.કે. પટેલ
રાજપીપળા :- નર્મદા જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભાની
સામાન્ય ચૂંટણીઓ અન્વયે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ
૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ
૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે થનારા મતદાનમાં
ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનાં મતદાનમાં મોખરે રહેલો નર્મદા
જિલ્લો આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ મહત્તમ મતદાન સાથે સમગ્ર
રાજ્યભરમાં મોખરાનું સ્થાન પામવાની સાથે અગ્રેસર રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી
અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ
કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિના અનેકવિધ કાર્યક્રમો થકી જિલ્લાભરમાં અચૂક
મતદાનનો સંદેશો ગુંજતો કર્યો છે.
નર્મદા
જિલ્લાની મતદારયાદીમાં નોંધાયેલા કુલ ૪,૨૭,૬૭૯ મતદારો પૈકી ૮૦ વર્ષ કે તેથી વધુ
ઉંમરનાં મતદારો ચૂંટણીપંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ લોકસભાની આગામી સામાન્ય
ચૂંટણીમાં સક્રીય મતદાન માટે ઉત્સાહપૂર્વક ભાગ લે તેની જિલ્લા ચૂંટણીતંત્રએ કાળજી
લીધી છે અને તેના ભાગરૂપે આવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા
કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે પાઠવેલા અચૂક મતદાન માટેના પ્રોત્સાહન પત્રોમાં સંબંધિત
મતદારનું નામ, સરનામું, મતદાર યાદીના ભાગ નંબર, અનુક્રમ નંબર ઉપર સંબંધિત થયેલી વડીલ-બુઝુર્ગની
થયેલી મતદાર તરીકેની નોંધણી બદલ આનંદ અને ગૌરવની લાગતી વ્યક્ત કરવાની સાથે આવા
મતદારોએ તેમના જીવનકાળ દરમિયાન ઘણીબધી ચૂંટણીઓમાં સક્રીય ભાગ લીધો હશે તેમ જણાવી
હજી પણ આવી લોકતાંત્રિક પ્રક્રિયામાં જિલ્લાના અવા વડીલ-બુઝુર્ગ મતદારો ઉત્સાહથી
ભાગ લેશે તેવી શ્રી પટેલે તેમના પત્રમાં અપેક્ષા સેવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.પટેલે
જિલ્લાનાં આવા વડીલ-બુઝુર્ગ મતદારોને મતદાન માટે પાઠવેલા પ્રોત્સાહન પત્રમાં
દર્શાવ્યા મુજબ આ મતદારો તેમના મતદાનનાં હકકનો ઉપયોગ મુજબ તેમના વિસ્તારના અન્ય
મતદારો જેઓ હજુ હમણાં જ મતદાર બન્યા છે તેવા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વ્યવસાયિઓ
તથા અન્ય રોજી રોજગાર કરતાં સર્વે મતદારો પર પણ ઘણો ઉંડો પ્રભાવ પાડી શકાશે તેવી
લાગણી વ્યકત કરી આવા મતદારોનાં મતદાન પ્રત્યેનાં ઉત્સાહથી પ્રેરાઇને અન્ય મતદારો
પણ મતદાન કરવા પ્રેરાશે તો લોકતંત્રને મજબુત બનાવવા માટે આટલી મોટી વયે પણ
રાષ્ટ્રની સેવા થયેલી ગણાશે, જે માટે આપ સૌ વડીલ-બુઝુર્ગ મતદારોને ગર્વ થાય તે
સ્વાભાવિક છે.





0 comments: