Friday, 19 April 2019

સાતત્યપૂર્ણ વિકાસના હેતુ માટે ચારૂસેટ યુનિવર્સીટીમાં હેન્ડપ્રિન્ટ એક્શન લેબની સ્થાપના

SHARE

સાતત્યપૂર્ણ વિકાસના હેતુ માટે ચારૂસેટ યુનિવર્સીટીમાં હેન્ડપ્રિન્ટ એક્શન લેબની સ્થાપના





સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ(SDG) ને વિદ્યાર્થીઓના પાયાના વિકાસમાં આવરી લેતી વિશ્વની સર્વપ્રથમ યુનિવર્સીટી
ચાંગા: યુનાઇટેડ નેશન્સ (યુએન)ના સાતત્યપૂર્ણ વિકાસના હેતુ માટે ચારૂસેટ યુનિવર્સીટીમાં હેન્ડપ્રિન્ટ એક્શન લેબની સ્થાપના કરવામાં આવી છે. આ લેબ યુએનના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG)ને વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણમાં આવરી લઈને ક્લાસરૂમ સેન્સ તથા ફિલ્ડવર્ક દ્વારા ગ્રામ્ય ક્ષેત્રમાં તેના અમલીકરણ સુધીના તમામ પાસાને આવરી લેશે. ચારૂસેટમાં આ લેબ સ્થાપવા માટે ચારૂસેટ  યુનિવર્સીટી અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) વચ્ચે  અમદાવાદમાં કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર પર હસ્તાક્ષર દરમિયાન ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, CEEના ડીરેક્ટર શ્રી કાર્તિકેય સારાભાઇ, ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશી, CEEના પ્રોગ્રામ ઓફિસર માધવી જોશી, ચારૂસેટ સંલગ્ન CSPITના પ્રિન્સીપાલ ડૉ. એ.ડી.પટેલ, સિવિલ એન્જિનિયરીંગ ડીપાર્ટમેન્ટના વડા ડૉ. વિજય પંચાલ, SDG લેબ કોઓડીનેટર ડૉ. હિતેશ્રી શાસ્ત્રી હાજર રહ્યા હતા.
ચારૂસેટના પ્રેસીડેન્ટ શ્રી સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારૂસેટ ગ્રામીણ વિસ્તારમાં સ્થિત શૈક્ષણીક સંસ્થા છે. ગ્રામ્યક્ષેત્રે ચારૂસેટ શિક્ષણ જાગૃતિ માટેના અનેક કાર્યકમો ચલાવે છે જે અંતર્ગત ગ્રામ્ય શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સામાજિક દ્રષ્ટિકોણ સાથે ચારૂસેટ ગ્રામ્ય ઉત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.
શ્રી કાર્તિકેય સારાભાઇએ જણાવ્યું હતું કે આ લેબનો મુખ્ય હેતુ સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટને થિયરીથી પ્રેક્ટી સુધી લઇ જવાનો છે. ભારત સરકારે પણ SDG માટે નેટવર્ક લેબ ટીમ ઉભી કરી આ અંગેના ઝડપી અમલીકરણ માટેના પ્રયાસો આદર્યા છે. આ લેબ કોર્સ અંતર્ગત વિધાર્થીઓને એક જાગૃત નાગરીક તરીકે સમાજમાં આગળ આવીને સંપન્ન માનવ સમાજ તથા જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણની જાળવણી માટેના પાઠ શીખવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમઓયુ થયા પછી દસ દિવસના કોર્ષની જરૂરીયાત મુજબ ટુંકા ગાળામાં ડીપાર્ટમેન્ટ ઓફ સીવીલ એન્જિનિયરીંગ ખાતે અતન SDG લેબ ઉભી કરવામાં આવી છે. સીવીલ એન્જિનિયરીંગના ૧૧૩ વિદ્યાર્થીઓના અતિ ઉત્સાહપૂર્ણ રજીસ્ટ્રેશન સાથે ૮ ફેબ્રુઆરીથી લેબ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
યુનાઇટેડ નેશન્સે ૨૦૩૦ સુધીના ૧૭ SDG આપ્યા છે “ટુ ટ્રાન્સફોર્મ એન્ડ અર્થ ટુ ધ બેટર વર્લ્ડે” આ હેતુ દુનિયાના દરેક દેશમાં અને માનવસમાજના દરેક ક્ષેત્રે સમાન રૂપે બને છે. આ હેતુનો પ્રસાર અને પ્રચાર કરવાની જવાબદારી સરકાર- ઉધોગો – શાળા કોલેજો – સંસ્થાઓ – નાગરીકોને આપવામાં આવે છે. આ જવાબદારી સમજીને – વહેચીને કામ કરવાથી આ દિશામાં બધા માટે ઉજ્જવળ ભાવિનું નિર્માણ થઇ શકે છે. આ માટે આજની યુવાપેઢીની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. તેઓ ઉજ્જવળ ભવિષ્યના મશાવાહક છે.
સન ૨૦૦૭માં યુનેસ્કોએ માનવવિકાસની પર્યાવરણ પર થતી આડઅસરો માટે વપરાતા શબ્દ ‘ફૂટ પ્રિન્ટ’ ની સામે માનવ સમાજ દ્વારા જાગૃત થઈને આ આડઅસરો નાબૂદ કરવા માટે લેવામાં આવતા પોઝીટીવ એક્શન માટે હેન્ડ પ્રિન્ટ શબ્દ આપ્યો. ચારૂસેટ યુનિવર્સીટી આ હેન્ડ પ્રિન્ટ એક્શનને અભ્યાસક્રમમાં દાખલ કરીને યુવાનોને આ માટે જાગૃત કાર્યક્ષમ કરવાની પહેલ કરતી દુનિયાની પ્રથમ યુનિવર્સીટી બની છે. સાત મૂળભૂત પગલા ધરાવતા આ કાર્યકમમાં વિદ્યાર્થીઓએ યુએનના ૧૭ SDG વિશે માહિતી મેળવી હતી અને તેમાંથી તેમની પસંદગીના હેતુ પોતાના કાર્યક્ષેત્ર તરીકે નક્કી કર્યા હતા. વિવિધ ૧૨ જૂથ વહેચાઈને SDG ના જુદા જુદા મુદ્દાઓ આવરી લઇ વિદ્યાર્થીઓએ દેથલી ગામની મુલાકાત લીધી હતી અને ગામની હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. વિધાર્થીઓએ ધરે ધરે જઈને તેમજ ગામના આગેવાનોની મુલાકાત કરીને ગામમાં હાલમાં અનુભવાતી મુશ્કેલીઓની માહિતી મેળવી હતી. વિધાર્થીઓ ગામની મુલાકાત પછી સ્થિતિના આધારે વધારે સાતત્યપૂર્ણ બનાવવા એક્શન પ્લાન નક્કી કરશે જેને ગ્રામ આગેવાનો તેમજ યુવાનો પછી અમલીકરણનો પ્રયાસ કરશે.
આ હેતુઓ અંતર્ગત વિદ્યાર્થીજૂથો જળવાયુ પરિવર્તન અંતર્ગત થતા જૈવવિવિધતાના ફેરફારો જળપ્રદૂષણ– સ્વચ્છતા – જાતીય સમાનતા – પર્યાવરણીય સંસાધનનો વપરાશ અને શિક્ષણ, ઉર્જાની બચત જેવા વિવિધ ૧૨ વિષયો પર કામ કરી રહ્યા છે.
દેથલીની મુલાકાત દરમિયાન ગ્રામ સેવા કેન્દ્ર દેથલીના ડિરેક્ટર ડૉ. વિપુલે જણાવ્યું કે OBC – ST – SC ની વસતીની પ્રાધાન્યતા ધરાવતુ દેથલી સંસાધનો – શિક્ષણથી વંચિત રહ્યું છે. ગામમાં સિચાઈની સુવિધા નહિવત હોવાથી તથા ભૂગર્ભ જળ ખારા થઈ ગયા હોવાથી ગ્રામજનો ચોમાસું પાક પછી મજૂરી તરફ વળે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ રસ લઇ ગ્રામવિકાસના કાર્યો કરે તો ગામને અચૂક લાભ મળશે. નોધનીય છે કે ચારૂસેટે સામાજિક પ્રતિબદ્ધતા અંતર્ગત દેથલી ગામ દતક લીધું છે.

SHARE

Author: verified_user

0 comments: