Thursday, 25 April 2019

NCC જીતનગર હેડક્વાર્ટર ખાતેના ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં ફાયરીંગ પ્રેક્ટીસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર

SHARE

NCC જીતનગર હેડક્વાર્ટર ખાતેના ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં

ફાયરીંગ પ્રેક્ટીસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર

રાજપીપળા,તા 25 – ગુરૂવાર :- કમાન્ડીંગ ઓફીસર, ગુજરાત NCC જીતનગર ધ્વારા NCC જીતનગર હેડક્વાર્ટર ખાતે આવેલ ફાયરીંગ બટ દરમિયાન તાલીમાર્થીઓ માટે ફાયરીંગ પ્રેક્ટીસ જુદા જુદા સમયગાળા દરમિયાન હાથ ધરાનાર હોઇ, નર્મદાના જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા તા. ૨૨ થી તા.૨૮ મી એપ્રિલ સુધી, તા. ૨૮ મી મે તા. ૬ઠ્ઠી જુન સુધી, તા. ૧૩ મી થી તા. ૨૨ મી જુન સુધી, તા. ૨૫ મી જુન થી તા. ૪ થી જુલાઇ સુધી, તા. ૮ મી થી ૧૭ મી જુલાઇ સુધી, તા. ૨૨ મી થી તા. ૩૧ મી જુલાઇ સુધી, તા. ૩ જી થી તા. ૧૨ મી ઓગષ્ટ સુધી, તા. ૧૭ થી તા. ૨૬ મી ઓગષ્ટ સુધી, તા. ૨૮ મી ઓગષ્ટથી તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી, તા. ૧૦ મી થી તા. ૧૯ મી સપ્ટેમ્બર સુધી, તા. ૨૪ મી સપ્ટેમ્બરથી તા. ૩ જી ઓકટોબર સુધી, તા. ૭ મી થી તા. ૧૬ મી ઓકટોબર સુધી અને તા. ૨૭ મી નવેમ્બરથી તા. ૧૩ મી ડિસેમ્બર,૨૦૧૯ દરમિયાન ઉક્ત ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઇ પણ વ્યકિતઓ, ઢોર, જાનવરો વગેરેના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
          આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

SHARE

Author: verified_user

0 comments: