Thursday, 25 April 2019

તા.૧૩મી જુલાઇએ આણંદ જિલ્‍લામાં રાષ્‍ટ્રીય લોક-અદાલત યોજાશે

SHARE
તા.૧૩મી જુલાઇએ આણંદ જિલ્‍લામાં રાષ્‍ટ્રીય લોક-અદાલત યોજાશે
લોક અદાલત દ્વારા ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરાશે
પક્ષકારો અને વકીલોએ સબંધિત તાલુકા કાનુની સેવા સમિતિનો સંપર્ક કરવો
આણંદ:તા25 : રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્‍હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્‍લા ન્‍યાયાલય, આણંદ ખાતે અને તેના તાબા હેઠળ આવેલ તમામ તાલુકા અદાલતોમાં તા.૧૩/૭/૨૦૧૯ને શનીવારના રોજ રાષ્‍ટ્રીય લોક-અદાલતનુ  આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્‍ટ્રીય લોકઅદાલતમાં મોટર વાહનઅધિનિયમ-૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયની અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઇન્‍સટ્રુમેન્‍ટ એકટ કલમ-૧૩૮ના કેસો, લગ્‍નસબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો,  ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્‍દુ લગ્‍ન ધારો, મુસ્લિમ લગ્‍ન ધારો, ખિસ્‍ત્રી લગ્‍ન ધારો, મજૂર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકોના વિગેરે, વિજળી તથા પાણીના ચોરી સિવાયના કેસો, ,, પ્રિ.લીટીગેશન કેસોમાં વિવાદોનું લોક અદાલત દ્વારા ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવામાં આવશે જેનો પક્ષકારો અને વકીલોને લાભ લેવા  માટે જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના સચિવશ્રી એ.એમ.પાટડીયાએ જણાવ્યું છે.

         રાષ્ટ્રીય લોક અદાલતમાં જે પક્ષકારો કે વકીલો સમાધાન માટે કેસો મૂકવા માગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ/તાલુકા કાનુની સેવા સત્તા મંડળ આણંદનો ફોન નં.૦૨૬૯૨ ૨૩૮૮૧૭ તથા તાલુકાની કાનુની સેવા સત્તા સમિતિઓ પૈકી બોરસદ ૦૨૬૯૬ ૨૨૦૮૫૩, ખંભાત તા. ૦૨૬૯૮ ૨૨૦૨૫૨, ઉમરેઠ તા.૦૨૬૯૨ ૨૭૭૩૭૪, સોજીત્રા તા.૦૨૬૯૭ ૨૩૩૧૪૪, આંકલાવ તા.૦૨૬૯૬ ૨૮૦૦૧૬, તારાપુર તા.૦૨૬૯૮ ૨૫૫૧૩૪ અને  પેટલાદ તાલુકા કાનુની સેવા સમિતિનો ૦૨૬૯૭ ૨૨૪૨૨૨ નો સંપર્ક કરવા  સચિવશ્રી, જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળ, આણંદની યાદીમાં જણાવેલ છે.
SHARE

Author: verified_user

0 comments: