Thursday, 25 April 2019

આણંદ જિલ્લામાં ૨૩ પરીક્ષા કેન્દ્રોમાં ૫૫૬૧ વિદ્યાર્થિઓ ગુજકેટની પરીક્ષા આપશે

SHARE
આણંદ જિલ્લામાં ૨૩ પરીક્ષા કેન્દ્રોમાં  ૫૫૬૧ વિદ્યાર્થિઓ ગુજકેટની પરીક્ષા આપશે
 ૪૦૦ જેટલા કર્મચારીઓ  દ્વારા ગુજકેટની પરીક્ષાની કામગીરીમાં જોડાશે
આણંદ તા 25 : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતી કાલ તા.૨૬/૪/૨૦૧૯ના રોજ ૨૩ પરીક્ષા કેન્‍દ્રો ઉપર આણંદ જિલ્લાના ૩૩૬૭ છોકરાઓ ૨૧૯૪ છોકરીઓ મળીને કુલ ૫૫૬૧ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
        ગુજરાતી માધ્યમના ૩૮૫૧, અંગ્રેજી માધ્યમના ૧૭૦૯ અને હિન્દી માધ્યમના ૦૧ મળીને કુલ ૫૫૬૧ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપનાર છે.  એ-ગ્રુપ (ગણિત) ૨૨૩૫ બી –ગ્રુપ ૩૨૯૨ અને એબી-ગ્રુપ ૩૪ મળીને કુલ ૫૫૬૧ બાળકો ગુજકેટની પરીક્ષા આપનાર છે..
        આ પરીક્ષા ત્રણ ભાગમાં લેવાશે જેમાં સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ ભૌતિક-રસાયણ વિજ્ઞાન , બીજા ભાગમાં બપોરે ૧-૦૦ થી તા.૨-૦૦ જીવ વિજ્ઞાન અને ત્રીજા ભાગમાં બપોરે ૩-૦૦ થી ૪-૦૦ કલાક દરમ્યાન ગણિતની પરીક્ષા લેવાશે. તમામ વિષયની પરીક્ષા ઓ.એમ.આર. પધ્ધતિથી લેવાશે.
        આ પરીક્ષાનું સુચારૂ કામગીરી માટે ૪૦૦  જેટલા અધિકારી/કર્મચારીઓ કામગીરી કરશે.આ પરીક્ષા દરમ્‍યાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે, પરીક્ષાનું મુકત ન્‍યાયી અને સરળ સંચાલન થાય તથા ગેરરીતિઓ અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રોસી.સી.ટીવી કેમેરા ગોઠવવા સહિત અનેક પગલા લેવામાં  આવ્યા છે.
SHARE

Author: verified_user

0 comments: