ઉનાળામાં અસહય ગરમીથી
બચવા આટલુ કરો
નડિયાદ: વધુ પડતી ગરમીએ
મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુ વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઇ રહયો છે.
ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા(સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં
સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
લુ
લાગવા(સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે.
વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું
તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં
શરીર અને હાથ પગમાં અસહય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચકકર આવવા, શ્ર્વાસ
ચઢવો, હદયના ધબકારા વધી જવા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મજુરી કરીને જીવન
ગુજારતા મજુરોમાં સનસ્ટ્રોકની વધુ અસર થાય છે અને કયારેક તે જીવલેણ પણ સાબિત થાય
છે.
સનસ્ટ્રોક(લુ)થી
બચવા નાગરિકોએ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, ઉનાળાની ઋતુ દરમ્યાન
ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઇએ, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત
વ્યકિતઓએ તડકામાં ફરવું નહિ. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શકય
હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઇએ.
ભીના
કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું,
ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. માથાનો દુઃખાવો, બેચેની,
ચકકર, ઉબકા કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે
હોસ્પિટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
ર્ડા.જાગાણીએ જણાવ્યું છે.
નગરપાલિકાઓ
દ્વારા શહેરમાં અલગ-અલગ સ્લમ વિસ્તારો કે જયાં ગરમીની અસર વધુ વર્તાય તેવા હોટસ્પોટ
નકકી કરવા અને આવા વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી, શહેરમાં
છાયડાવાળા વિસ્તારોમાં શેડ એન્ડ શેડોર્સ જેવા કુલીંગ સેન્ટર જેવા કે બસ સ્ટેન્ડ,
રેલ્વે સ્ટેશન, મંદિર, મસ્જીદ, બાગ-બગીચા વિગેરે જાહેર સ્થળોએ ઉપલબ્ધ હોય અને
ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી, લાંબાગાળાના હીટવેવ એકસન પ્લાન માટે રેઇન
વોટર હાડવેસ્ટીંગ સ્ટ્રકચર, કુલરૂફ ટેકનોલોજી અને મકાનોમાં વાઇડ પેઇન્ટીંગને
પ્રાધાન્ય મળે તે મુજબ આયોજન કરવા જણાવાયું છે.


0 comments: