Tuesday, 30 April 2019

ખેડૂતો માટે નોંધ લેવા જેવી વાત : આજ થી ikhedut પોર્ટલ ૩૩ દિવસ સુધી ખુલ્લું રહેશે

SHARE

ખેડૂતો માટે નોંધ લેવા જેવી વાત  : આજ થી ikhedut પોર્ટલ ૩૩ દિવસ સુધી ખુલ્લું રહેશે

ખેતીવાડી ખાતાની ઘટક અને સાધન સહાય યોજનાઓનો લાભ લેવા
 ખેડૂત ખાતેદારો ઓનલાઈન અરજી કરી શકશે
આણંદ  તા. ૨૯ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કૃષિ વિભાગ દ્વારા તા.૨૯મી એપ્રિલથી ૩૩ દિવસ માટે ikhedutસ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ખેતીવાડીના વિકાસ માટે વિવિધ ઘટક અને સાધન સહાય યોજનાઓનો ધારાધોરણ પ્રમાણે ખેડૂત ખાતેદારોને લાભ આપે છે જેના માટે ઉપરોક્ત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજીઓ કરવી જરૂરી છે. આ પોર્ટલ સમયાંતરે ખુલ્લું રાખવામાં આવે છે. હાલમાં ખરીફ મોસમને અનુલક્ષીને પોર્ટલ તા.૨૯/૦૪/૨૦૧૯ થી ૩૧/૦૫/૨૦૧૯ સુધી ૩૩ દિવસ ખુલ્લું રહેશે જેનો ખેડૂતોને લાભ લેવા વડોદરા વિભાગના સંયુક્ત ખેતી નિયામક - વિસ્તરણે અનુરોધ કર્યો છે. વધુ જાણકારી માટે નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો

SHARE

Author: verified_user

0 comments: