રાજપીપળા ,તા 30-નર્મદા જિલ્લો એશિયાના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ માટે પ્રખ્યાત છે ત્યારે સરદાર સરોવર ડેમની નજીક આવેલા તિલકવાડા તાલુકાના અંતરિયાળ ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમ માં વિપુલ પાણી નો જથ્થો છે આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય પરંતુ આસપાસ ના તાલુકાઓ ના ગામડાઓ ની સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે કેટલાક ગામો માં પાણી નથી પહોંચતું તો કેટલાક ગામો માં તંત્ર ની બેદરકારી ના કારણે પાણી પહોંચતું હોવા છતાં લોકો પાણી થી વંચિત રહિજાય છે વાત છે
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામની અહીં નર્મદા નું પાણી તો પહોંચે છે પરંતુ તંત્ર ની બેદરકારી ના કારણે આ ગામના આદિવાસી લોકો આજેપણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ સરકાર ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવાની વાત તો કરે છે પરંતુ આ દાવાઓ અંતરિયાળ ગામડાઓ માં ખોટા સાબિત થાય છે. આ ગામની વસ્તી આશરે ૫૦૦ ની છે અને વંઢ ગામમાં નર્મદા નું પાણી પણ જાય છે ,ત્રણ જેટલા હેન્ડપંપ અને બે હોજ અને એક ટાંકી પણ છે પરંતુ સમસ્યા એમ છે કે હેન્ડ પંપ માં ક્ષાર વારું પાણી આવે છે અને ટાંકી નીચી અને નાની હોવાથી ગામ માં ઘરો સુધી પાણી નથી પહોંચી શકતું તેવું ગામ લોકોનું કહેવું છે જેથી ગામની આદિવાસી મહિલાઓને ઢોર ઢાકર ને પીવા માટે જે પાણી હોજ માં ભરવામાં આવે તે લાઇન માંથી પાણી ભરવા ફરજ પડે છે ,
પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓ ની મોટી સંખ્યામાં લાઇન લાગી હોય છે અને મહિલાઓમાં અંદરો અંદર વારંવાર ઝગડાઓ પણ થાય છે અને આ જગ્યાએ ખૂબ ગંદકી પણ છે અને જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે
ગામલોકોએ વારંવાર પંચાયત માં સરપંચ અને તલાટીને પણ રજુઆત કરી છે પણ એમને વંઢ ગામમાં પાણીની સુવિધા કરવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે વંઢ ગામ માં નર્મદાના પાણીની પાઇપ લાઈન તો આવેલી છે અને ટાંકી પણ છે પરંતુ ટાંકી નીચી હોવાથી પાણી આખા ગામમાં પાણી પોચતું નથી જેથી ગામ લોકોની માંગ છેકે વહેલામાં વહેલી તકે પાણી ની સુવિધા કરી આપવામાં આવે હોવી એ જોવુ રહ્યું કે સરકાર દ્વારા આદિવાસી ગ્રામ્ય વિસ્તારો માં સુવિધાઓ નો જે અભાવ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ..?
- વિપુલ ડાગી, રાજપીપલા,




0 comments: