શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ વિભાગનો પ્રારંભ
મા કાર્ડ ધારકોની નિ:શુલ્ક સારવાર થશે 18 મશીનોથી 24 કલાક સારવાર કરાશે
આણંદ તા 29 -શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં અદ્યતન સુવિધા ધરાવતો અલાયદો ડાયાલિસિસ વિભાગ શરૂ કરાયો છે. જેમાં કુલ 18 ડાયાલિસિસ મશીનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગરીબ અને જરુરીયાતમંદ દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન છે.સેન્ટર ખાતે "મા' અને "મા વાત્સલ્ય' કાર્ડ ધરાવતા દર્દીઓને ડાયાલિસિસની નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવે છે. સેન્ટરના નેફોલોજીસ્ટ ડો. મૌલિન શાહે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ડાયાલિસિસની અગાઉ 8 મશીનની સુવિધા હોવાથી મહિનામાં 650 થી 680 ડાયાલિસિસ થતાં હતા. જ્યારે 18 ડાયાલિસિસની સુવિધા થતાં મહિનાનાં 1000થી વધુ ડાયાલિસિસ કરવામાં આવશે. જેમાં 90 ટકા "મા' અને "મા વાત્સલ્ય' કાર્ડ ધરાવતા દર્દીઓને સમાવેશ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર "મા' અને "મા વાતસલ્ય' કાર્ડ ધરાવતા દર્દીઓને સમાવેશ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર "મા' અને "મા વાતસલ્ય' કાર્ડ ધરાવતા ઘણા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
0 comments: