Friday, 12 April 2019

નડિયાદ ખાતે મીડિયા તેમજ EMMC સેન્‍ટરની સંયુકત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારાએ લીધી મુલાકાત

SHARE
નડિયાદ ખાતે મીડિયા તેમજ EMMC સેન્‍ટરની સંયુકત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારાએ લીધી મુલાકાત




         EMMC સેન્‍ટરમાં ઇલે.મીડિયામાં આવતી ઉમેદવારોની ચૂંટણીલક્ષી જાહેરાતેનું નિરીક્ષણ કરવામાં આવે છે
નડિયાદ-ખેડા લોકસભા ચૂંટણી અન્‍વયે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ કલેકટર કચેરી, ડીઝાસ્‍ટર શાખામાં ઇલેકટ્રોનિકસ મીડિયા મોનીટરીંગ સેન્‍ટર શરૂ કરવામાં આવ્‍યું છે. EMMC માં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ કે ઉમેદવારો દ્વારા સ્‍થાનિક ચેનલમાં અપાતી જાહેરાત તથા શંકાસ્‍પદ પેઇડ ન્‍યુઝ અંગેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંગેની વિગતો માધ્‍યમોને મળી રહે તે માટે જિલ્‍લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા ચૂંટણીલક્ષી અદ્યતન મીડિયા સેન્‍ટર ઉભું કરવામાં આવ્યું છે.
        પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સંયુકત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારાએ આજે નડિયાદ ખાતે મીડિયા સેન્‍ટર અને EMMC સેન્‍ટરની મુલાકાત લીધી હતી.
       શ્રી મહેશચંદ્ર કટારાએ EMMC માં ઇલેકટ્રોનિક મીડિયામાં આવતી જાહેરાત તેમજ શંકાસ્‍પદ પેઇડ ન્‍યુઝ અંગે થતી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. શ્રી કટારાએ અદ્યતન મીડિયા સેન્‍ટર ઉભુ કરવામા બદલ ટીમ નડિયાદને અભિનંદન આપ્યા હતા.
       મીડિયાના નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામકશ્રી બી.પી. દેસાઇએ EMMC ની કામગીરી તથા મીડિયા સેન્‍ટરમાં મુકવામાં આવેલ માહિતીની જાણકારી આપી હતી.
       આ અવસરે કચેરીના સીનીયર સબ એડિટરશ્રી ડી.સી.આચાર્ય હાજર રહયા હતા.
SHARE

Author: verified_user

0 comments: