વલ્લભ વિધ્યાનગર નગરપાલિકાના ટ્રેકટર દ્વારા ખાનગી ફેરા મારતા હોવાની ચર્ચા: ચૂટણી અધિકારીને આચારસહિતા ભંગની ફરીયાદ દાખલ કરવા અરજી
વલ્લભ વિધ્યાનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ ફકીરભાઇ મકવાણા દ્વારા વલ્લભ વિધ્યાનગર નગરપાલિકા વિરુધ્ધ ચિફ ઓફિસર શ્રી અને ચૂંંટ્ણી અધિકારી શ્રી ને આચારસંંહિતા ભંગ થવા બદલ તપાસ કરવા અરજી કરેલ છે. વિગતવાર માહિતિ આપતા ફકીરભાઇ એ વધુ માંં જણાવ્યુકે તેઓ ચૂંંટણી પ્રચાર અંગે નાનાબજારમાં બેઠા હોઇ નગરપાલિકનુંં ટ્રેકટર નં. જી.જે-૨૩ જી.૩૨૨ ની અંદર નીલગીરીનું લાકડું ભરેલ હતુ.તેનો પીછો કરતા વિઠઠલ ઉધ્યોગ નગરમાં આવેલ જી.આઇ.ડી.સી.મા આવેલ ફેકટરીમાં નીલગીરીના લાકડા ખાલી કરેલા.આ અંગે ડ્રાયવર ને પૂછ્પરછ કરતા ડ્રાયવરે જણાવેલ કે નગરપાલિકાએ આ ટ્રેકટર ભાડે આપેલ છે. આ ફરીયાદ ધ્યાનમાં લઇ યોગ્ય તપાસ કરી આચાર સંહિતા ભંગ બદલની ફરીયાદ દાખલ કરવા અરજી કરી.


0 comments: