Saturday, 13 April 2019

લોકસભાની ૫૪૩ બેઠકો અને લોકોના મતના આધારે સંસદની રચનાનુ શિલ્પ(આર્ટ ઇન્સ્ટોલેશન) બનાવી મતદાન જાગૃતિની અભિનવ પહેલને શ્રીમતી શાલિની અગ્રવાલે બિરદાવી

SHARE

હિતેશભાઇ અને તેમની ટીમે કલાનગરી તરીકે વડોદરાની ખ્યાતિ પ્રમાણે કલાના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપીને બંધારણ પ્રત્યેની ફરજ બજાવી છે : જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભાની ૫૪૩ બેઠકો અને લોકોના મતના આધારે સંસદની રચનાનુ શિલ્પ(આર્ટ ઇન્સ્ટોલેશન) બનાવી મતદાન જાગૃતિની અભિનવ પહેલને શ્રીમતી શાલિની અગ્રવાલે બિરદાવી










વડોદરા:શહેરની જાણીતી કલા પ્રશિક્ષણ સંસ્થા સર્જન આર્ટ ગેલેરીના શ્રી હિતેશભાઇ રાણા અને તેમના કલાકુશળ સાથીઓએ શિલ્પ કલાનો વિનિયોગ કરીને અચૂક મતદાનનો સંદેશ આપવાનો અનોખો અને પહેલરૂપ પ્રયાસ કર્યો છે. શુક્રવારની સાંજે વિવિધ ક્ષેત્રોના વરિષ્ઠ મતદાતા નાગરિકોએ, જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરા સંસદિય બેઠકના ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં, મતદાનને પ્રોત્સાહિત કરતી આ શિલ્પ રચનાને લોક પ્રદર્શન માટે ખુલ્લી મૂકી હતી.
        હિતેશભાઇ અને તેમની ટીમે કલાનગરી તરીકે વડોદરાની ખ્યાતિ પ્રમાણે કલાના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપીને બંધારણ પ્રત્યેની ફરજ બની છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે ૫૪૩ ખુરશીઓના માધ્યમથી ભારતની લોકસભા અને પોતાના મતદાનથી પ્રતિનિધિઓને પસંદ કરતા સમગ્ર દેશના લોકોના શિલ્પ ધ્વારા આ આર્ટ ઇન્ટોલેશનમાં સચોટ અને વેધક નિરૂપણ કર્યું છે. આ કલાકસબીઓએ ખૂબ જ બારીકાઇથી મતદાનની પ્રક્રિયા, મતદાનની અગત્યતા, ભારતીય સંસદની બંધારણીય પ્રણાલી અને ગરિમાને કલા ધ્વારા સંકલીત કરીને અવશ્ય મતદાન કરવાનો ખૂબ જ દર્શનીય અને વાચાળ સંદેશ આપ્યો છે. આ શિલ્પ તા.૨૩/૦૪ના રોજ મતદાન કરવાનો સંદેશ આપે છે. કલાકારોની આ જહેમત અને લોકશાહી પ્રત્યેની નિષ્ઠા અભિનંદનીય છે.
        આ ઇન્સ્ટોલેશન વર્ક ભારતની લોકસભાનું નિરૂપણ કરે છે એવી જાણકારી આપતાં શ્રી હિતેશ રાણાએ જણાવ્યુ હતું કે રેલવે સ્ટેશન પર વિવિધ રાજ્યોના લોકોને જોઇને છ મહિનાથી આ શિલ્પના વિચારબીજને સાકાર કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. તેમાં ૫૪૩ ખુરશીઓ ધ્વારા લોકસભાની ૫૪૩ બેઠકો અને લોકો ધ્વારા ગિરીરાજ પર્વત ધારણ કરનાર ભગવાન શ્રીકૃષ્ણની જેમ આ બેઠકો માટે મતદાન ધ્વારા પ્રતિનિધિઓની પસંદગીનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંસદ એ બંધારણીય લોકશાહીનું પ્રતિક છે જેના હાર્દમાં લોકો અને તેમના મતાધિકાર છે દેશના તમામ રાજ્યોના નિરૂપણ માટે વેશભૂષાની વિવિધતા શિલ્પમાં ઉમેરી છે. અમારો આશય લોકો અચૂક મતદાન કરે અને સાચા પ્રતિનિધિ ચૂંટે એવો સંદેશ આપવાનો છે.
        આજીવન કલાગુરૂ શ્રી કાંતિભાઇ રાણાએ સહુને આવકાર્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: