લોકશાહીનો મહાઉત્સવ
ખેડા
જિલ્લા ચૂંટણી અધિકારીની નવતર પહેલ
મતદાન જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી સુધીર પટેલે ‘‘વટ થી કરો
વોટ‘‘ કેમ્પેઇન શરૂ કર્યુ
લોકશાહીને મજબૂત બનાવવા ખેડા જિલ્લાના
મહત્તમ મતદારોને
લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ
કરવા શ્રી સુધીર પટેલનો અનુરોધ
નડિયાદ-શનિવારઃ- ખેડા લોકસભા
બેઠકની સામાન્ય ચૂંટણી તા. ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. લોકશાહીના આ મહાઉત્સવ
સમી લોકસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યની સાથે તા. ૨૩મી એપ્રિલે ખેડા પણ વોટ કરશે.
ખેડા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે
માટે મતદાર શિક્ષણ અને જાગૃત્તિ અભિયાન (સ્વીપ) હેઠળ વિવિધ મતદાર જાગૃત્તિના
કાર્યક્રમોના આયોજન દ્વારા મતદાન માટે જાગૃત્તિ ઉભી કરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લામાં મતદાન જગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
સુધીર પટેલે ‘‘વટ થી કરો વોટ‘‘ હું મતદાન
કરીશ...... અને તમે ? કેમ્પેઇન શરૂ કરી મતદારોમાં મહત્તમ મતદાન માટે જાગૃત્તિ
લાવવાની નવતર પહેલ શરૂ કરી છે. આ કેમ્પેઇનમાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા,
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી.એમ.રાજપૂત, શ્રી લલિત પટેલ સહિત જિલ્લાના
અધકારીઓ જોડાયા છે.
લોકશાહીને
મજબૂત બનાવવા માટે ખેડા જિલ્લાના મહત્તમ મતદારોને લોકસભા ચૂંટણીમાં પોતાના
મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે અનુરોધ કર્યો છે.




0 comments: