લોકસભા ચૂંટણીમાં ખેડામાં ૩૩૦૦ પોલીસ જવાનો
પોસ્ટલ બેલેટથી વોટ આપશે
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે
મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ
એસ.આર.પી. ગૃપ-૭ ખાતે આજે પણ મતદાન
પ્રક્રિયા ચાલુ રહેશે
નડિયાદ- ખેડા લોકસભા
બેઠકની સામાન્ય ચૂંટણી તા. ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં
ફરજ બજાવતા પોલીસ હોમગાર્ડઝ, જીઆરડી, એસ.આર.પી. જવાનો તથા એસ.ટી. ના
ડ્રાઇવર-કંડકટર સહિતના ૩૩૦૦ જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. નડિઆદમાં
આજે ચૂંટણીમાં રોકાયેલ કર્મીઓએ પોસ્ટલ
બેલેટથી મતદાન કર્યુ હતું. રવિવારે પણ એસ.આર.પી. ગૃપ-૭, નડિયાદ ખાતે વોટીંગની
પ્રક્રિયા સવારે ૯/૦૦ થી ૧/૦૦ કલાક સુધી ચાલુ રહેશે.
ખેડા લોકસભા બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ જવાનો માટે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.આર.પી. ગૃપ-૭ ખાતે ‘‘ટપાલ મતદાન સુવિધા કેન્દ્ર‘‘
ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં પોલીસ અધિકારીઓ / કર્મીઓએ આજે પોસ્ટલ બેલેટથી
મતદાન કર્યુ હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે ‘‘ટપાલ મતદાન સુવિધા કેન્દ્ર‘‘ ની મુલાકાત લઇ
મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ હતું.
આ અવસરે પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, પોસ્ટલ બેલેટના નોડલ
અધિકારીશ્રી આર.ડી.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાઠોડ તથા ચૂંટણી કર્મીઓ હાજર
રહ્યા હતા.
0 comments: