Saturday, 13 April 2019

દિવ્‍યાંગ – પ્રજ્ઞાચક્ષુ અને વયોવૃધ્‍ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અગ્રતા અપાશે

SHARE

દિવ્‍યાંગ – પ્રજ્ઞાચક્ષુ અને વયોવૃધ્‍ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અગ્રતા અપાશે
ખેડા જિલ્‍લામાં ૧૫૦ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાનું લાઇવ વેબ કાસ્‍ટીંગ કરાશે
-     જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલ




નડિયાદ-શનિવારઃ- ખેડા લોકસભા બેઠકની સામાન્‍ય ચૂંટણી તા. ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. ખેડા જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ખેડા લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત-ન્‍યાયી અને નિષ્‍પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્‍લા ચૂંટણી અધિકારીને મદદરૂપ થવા માટે ૨૧ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
        જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે ચૂંટણી દરમિયાન નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્‍તૃત સમીક્ષા કરી હતી.
        જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે ખેડા લોકસભાની નિષ્‍પક્ષ અને ન્‍યાયી ચૂંટણી માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર પ્રતિબધ્‍ધ છે. ખેડા જિલ્‍લામાં ૧૫૦ મતદાન કેન્‍દ્રો ઉપર ચૂંટણી પ્રક્રિયાનું લાઇવ વેબ કાસ્‍ટીંગ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
        શ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે જિલ્‍લામાં ૮૧૮૦ જેટલા દિવ્‍યાંગ મતદારો નોંધાયા છે. દિવ્‍યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને વયોવૃધ્‍ધ મતદારો સરળતાથી પોતાનું મતદાન કરી શકે તે માટે તેમણે અગ્રતા આપવામાં આવશે. શારિરીક અશક્ત એવા દિવ્‍યાંગ મતદારો માટે વ્‍હીલ ચેર ઉપરાંત વયોવૃધ્‍ધ તેમજ દિવ્‍યાંગ મતદારો માટે મતદાન મથક સુધી જરૂરી વાહનની સુવિધા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
        જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે જિલ્‍લામાં આચારસંહિતાનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. નાગરિકો તેમજ રાજકીય પક્ષો દ્વારા મળતી આચારસંહિતા ભંગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
        શ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે જિલ્‍લામાં ચૂંટણીમાં રોકાયેલ મતદાન સ્‍ટાફને તા. ૧૭ અને તા. ૧૯ એપ્રિલ – ૨૦૧૯ ના રોજ બીજા તબક્કાની તાલીમ આપવામાં આવીશે.
        આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી વી.એમ.રાજપૂત સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા
SHARE

Author: verified_user

0 comments: