Friday, 12 April 2019

ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરુ કરનાર આણંદ બન્યુ રાજ્યનું ૫મુ રેલ્વે સ્ટેશન

SHARE
ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરુ કરનાર આણંદ બન્યુ રાજ્યનું ૫મુ રેલ્વે સ્ટેશન

આણંદ ખાતે તાજેતરમાં શરુ થયેલા ચાઇલ્ડ હેલ્પ ડેસ્કમાં
ત્રણ બાળકો નું પુનર્વસન કરાયુ
સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન પ્રમાણે દરેક રેલ્વે સ્ટેશન પર
ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક ઉભુ કરવુ ફરજિયાત છે

આણંદ :- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશના દરેક રેલ્વે સ્ટેશન પર રેલ્વે ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક ઉભુ કરવુ ફરજીયાત છે. તેનો સંપર્ક નંબર ૧૦૯૮ ફાળવવામાં આવ્યો છે. જેના ભાગસ્વરુપે આણંદ રેલ્વે ટીમ દ્વારા પ્લેટફોર્મ નં. ૪ ઉપર અંદાજે એક મહિના પહેલા રેલ્વે ચાઇલ્ડ  હેલ્પ ડેસ્ક ઉભુ કરવામાં આવ્યુ છે. બાળકો ભગવાન નાં સ્વરુપ કહેવાય છે અને સ્વભાવે માસુમ એવા આવા બાળકોમાંથી ઘણા ગુમ થવાના કિસ્સા બહાર આવે છે જેના કારણે તેમના માતા-પિતાને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આવુ જ કંઇ આણંદ રેલ્વે સ્ટેશન પર બન્યુ હતુ. આણંદ રેલ્વે ચાઇલ્ડ હેલ્પડેસ્ક ના ટીમ મેમ્બરના આઉટરીચ દરમ્યાન પ્લેટફોર્મ નં. ૪ પરથી એક એકલો અટુલો બાળક મળી આવેલ હતો. જે બાળકનું ટીમ મેમ્બર્સ દ્વારા કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તે ડાકોર મુકામથી આવેલ હતો. જેની ડાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને તેના ઘરની તપાસ કરાવીને તેના માતા-પિતાને જાણ કરવામાં આવી. તેમજ તે બાળકને વિધાનગર ખાતેના ચિલ્ડ્રનહોમમાં અસ્થાયી આશ્રય આપી બાળ કલ્યાણ સમિતી સામે રજૂ કર્યા બાદ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
આવા જ બિજા કિસ્સા સ્વરુપે બીજા બે બાળકોની શોધખોલ કરવા હેતુ માતા-પિતાએ રેલ્વે ચાઇલ્ડ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. જેમાં ટીમ અથાગ પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાના પરિણામે તે બે બાળકોનું પણ પુન:વર્સન કરાવવામાં સફળતા મળી હતી.જેમાંથી એક બાળક અહીનો સ્થાનિક આણંદ નો તેમજ બીજો મધ્યપ્રદેશનો રહેવાશી હતો.
આમ આણંદ રેલ્વે સ્ટાફ ચાઇલ્ડ હેલ્પલાઇન ડેસ્ક શરુ કર્યા બાદ તેમની ટીમ નિરાશ્રીત તેમજ ખોવાયેલા બાળકોને તેમના માતા-પિતાથી મળાવવાની દિશામાં સંપુર્ણ કર્તવ્યનિષ્ઠા સાથે કાર્યરત થઇ ગયેલ છે. જેનો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ છે
SHARE

Author: verified_user

0 comments: