Thursday, 11 April 2019

કોંગ્રેસ અપમાનજનક અપશબ્દો બોલે તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે. – ભરત પંડયા

SHARE
ભાજપને જીતાડશે. ગુજરાત 26 લોકસભા ભાજપને ભવ્ય રીતે જીતાડીને ફરીથી ગુજરાતનાં સપૂતને,
શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવશે તેવો વિશ્વાસ છે. – ભરત પંડયા


જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને ‘56’ ની છાતી કહેવાય. આટલો ગુજરાતી ભાવાર્થ કોંગ્રેસ સમજી શકતી નથી અને બુદ્ધિ વગરના તર્ક, કુતર્ક કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે
કોંગ્રેસ અપમાનજનક અપશબ્દો બોલે તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે. – ભરત પંડયા
કોંગ્રેસ પાસે માત્ર “અપશબ્દોની ડિક્શનરી” છે અને તેનો બેફામ ઉપયોગ કરે છે. – ભરત પંડયા

આ વખતે ઉરી અને પુલાવામાં બંને આતંકવાદી કૃત્યની સામે શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ દ્વારા ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ઼ જવાબ આપ્યો છે.

સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો તે માટે દેશના સૈનિકોને બિરદાવીને અને જનતાને જણાવીને શ્રી મોદીજીએ લોકશાહી મુજબ “જવાબદેહી-સરકાર” તરીકે કામ કર્યું છે.
કોંગ્રેસના નેતા શ્રી અર્જૂન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને શ્રી દિગ્વિજયસિંહ છે. – ભરત પંડયા
આગામી લોકસભામાં ગુજરાત અને દેશની જનતા કોંગ્રેસને ભૂંડી રીતે હરાવીને અને

ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા શ્રી અર્જૂન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને શ્રી દિગ્વિજયસિંહ છે. કોંગ્રેસના બન્ને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ શ્રી અર્જૂનભાઈના નિવેદનોમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે.
શ્રી પંડયાએ કોંગ્રેસને તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને ‘56’ ની છાતી કહેવાય. આટલો ગુજરાતી ભાવાર્થ કોંગ્રેસ સમજી શકતી નથી અને બુદ્ધિ વગરના તર્ક, કુતર્ક કરીને પ્રાણી સાથે સરખાવી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે કોંગ્રેસે અપમાનજનક અપશબ્દો બોલે છે તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે અનેકવાર અપમાનજનક, અશોભનીય અપશબ્દો વાપર્યા છે. તે નિંદનીય છે અમે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કોંગ્રેસ પાસે માત્ર “અપશબ્દોની ડિક્શનરી” છે અને તેનો બેફામ ઉપયોગ કરે છે. કોંગ્રેસ અગાઉ પણ મોતના સોદાગરથી માંડીને ચોકીદાર ચોર હૈ જેવાં અનેક અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી પર કર્યાં છે. કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધી આતંકવાદી ‘મસૂદ’ ને ‘મસૂદ જી’ કહે છે અને શ્રી દિગ્વિજયસિંહ ઓસામા બિન લાદેન ને ‘ઓસામા જી’ કહે છે આમ કોંગ્રેસના નેતાઓ આતંકવાદીને ‘જી’ કહીને માન સન્માનથી બોલાવે છે અને રાષ્ટ્રવાદી નેતા અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અપશબ્દો દ્વારા અપમાન કરે છે. તેનાં કારણે ગુજરાતની જનતામાં કોંગ્રેસ સામે આક્રોશ છે.
શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે બાટલા હાઉસમાં આતંકવાદીઓના મૃત્યુ થાય ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને રાત્રે ઊંઘ નથી આવતી અને આંખમાં આસું આવી જાય છે ,પરંતુ 40 જવાનોના પુલવામાં શહીદ થયાં ત્યારે તેમનાં નિવેદનોમાં સંવેદના નહીં અને દેશના સૈનિકોના પરાક્રમ પર શંકાઓ અને આરોપો પ્રગટ થાય છે. 
SHARE

Author: verified_user

0 comments: