Thursday, 11 April 2019

સાગબારા ખાતે મામલતદારશ્રી બારીયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો : ૪૦ જેટલાં દિવ્યાંગો-સહાયકોની ઉપસ્થિતિ

SHARE
સાગબારા ખાતે મામલતદારશ્રી બારીયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાર જાગૃત્તિ
કાર્યક્રમ યોજાયો : ૪૦ જેટલાં દિવ્યાંગો-સહાયકોની ઉપસ્થિતિ





     PWD મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેના સરળ ઉપયોગ અંગે પુરૂં પડાયેલું માર્ગદર્શન
    તા. ૨૩ મી એપ્રિલે નર્મદા જિલ્લાનાં તમામ દિવ્યાંગોએ અચૂક મતદાનનાં સામૂહિક શપથ લઇ જિલ્લાવાસીઓને આપ્યો અચૂક મતદાનનો સંદેશ

        રાજપીપલા :- નર્મદા જિલ્લામાં આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ને મંગળવારનાં રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે યોજાનારા મતદાન સંદર્ભે જિલ્લાનાં દિવ્યાંગ મતદારો જે તે મતદાન મથક ખાતે EVM, VVPAT અને PWD મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કઇ રીતે કરવો ? તે અંગેની સમજણ સાથે ગઇકાલે સાગબારાની જે.કે. હાઇસ્કુલ ખાતે સાગબારાનાં મામલતદારશ્રી ડી.એસ. બારીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા મતદાર જાગૃત્તિ કાર્યક્રમમાં ૪૦ જેટલાં દિવ્યાંગ તથા તેમના સહાયકોએ હાજરી આપી હતી.
        જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનાં શ્રી ગણેશ વસાવાએ આ દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોનો પણ પ્રત્યેક મત કિંમતી છે. મતદાન કરવું એ આપણાં સૌની પ્રાથમિક ફરજ છે, તેમ ઉમેરી તમામને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
        EVM, VVPAT મશીન તાલીમ નિષ્ણાંત દ્વારા દિવ્યાંગ મતદારોએ મતદાન કઇ રીતે કરવું ? તેની સમજ તાલીમ નિષ્ણાંતો દ્વારા મતદાતાઓને રૂબરૂમાં પ્રત્યક્ષ પૂરી પાડીને પ્રાયોગિક રીતે દિવ્યાંગોને માહિતગાર કરાયાં હતાં અને આ સંદર્ભની કોઇ મૂંઝવણ કે પ્રશ્ન સાંભળીને તેનું નિરાકરણ કરી તે અંગે જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું.
        સાગબારા મામલતદારશ્રી ડી.એસ. બારીયા સહિત અન્ય કર્મચારીગણ તેમજ ચૂંટણી શાખાનાં EVM અને VVPAT તાલીમ નિષ્ણાંત, BLO, શિક્ષકો તેમજ સમાજ સુરક્ષા વિભાગનાં કર્મચારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમમાં તમામ દિવ્યાંગ મતદારોએ તા.૨૩ મી એપ્રિલે અચૂક મતદાન કરવાના સામૂહિક શપથ  લઇ જિલ્લાવાસીઓને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો. ત્યારબાદ સમાજસુરક્ષા વિભાગના સહાયક શ્રી સંજયભાઇ બારીઆ દ્વારા PWD મોબાઇલ એપ્લીકેશન તમામ દિવ્યાંગો પાસે ડાઉનલોડ કરાવવામાં આવી હતી, જેમાં વિકલાંગ વ્યક્તિ આ એપ્લીકેશનનો સરળતાથી ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવી શકે છે, તેવી સમજૂતી પણ અપાઇ હતી
SHARE

Author: verified_user

0 comments: