Thursday, 11 April 2019

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળનો રજતજયંતીસમારોહ સંપન્ન

SHARE

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળનો રજતજયંતીસમારોહ સંપન્ન




નાણાનો ઉપયોગ કરે અને ઉપભોગ ન કરે તે પાટીદાર: પદ્મશ્રી કરસનભાઈ પટેલ

ચાંગા : નિરમા ગ્રુપના સ્થાપક– ચેરમેન પદ્મશ્રી કરસનભાઈ પટેલે જણાવ્યું હતુ કે નાણા કમાવવા કરતાં તેનો ઉપયોગ કરે અને તેનું દાન કરે તે પાટીદારોના DNAમાં છે. નાણા કમાવવા વિકાસ નથી, નાણાનો ઉપયોગ કરે અને ઉપભોગ ન કરે તે પાટીદાર છે. દાન આપવાની પ્રથા પાટીદારોના DNAમાં પહેલેથી જ રહેલી છે. દુકાળ પડ્યો હોયઅને ખેતરમાં પાકથયો હોય તો પણથોડું અનાજ ખળામાં આપે તે પાટીદાર. પાટીદારો કોઈની પાસેથી કશું માગતા નથી. સરદાર પટેલે અનામતની માગણી કરી હતી. તે વખતે ચરોતરના પાટીદારોએ વિરોધ કર્યો હતો, પણ જો તેવખતે ચરોતરના પાટીદારોએ હકારાત્મક વલણ અપનાવ્યું હોત તો આજે પરિસ્થિત અલગ જ હોત.
પાટીદારોના સમૃધ્ધ પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાં આણંદસ્થિત શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણીમંડળનો રજત પર્વ ઉજવણી સમારંભ ચારૂસેટ કેમ્પસ ચાંગામાં ઉજવવામાં આવ્યો હતો. ચારૂસેટ કેમ્પસમાં પ્રથમવાર આવેલા કરસનભાઈ પટેલે નિરમા અને ચારૂસેટ યુનિવર્સીટી સાથેમળીને કામ કરવું જોઈએ તે વાતનો અનુરોધ કરતાં જણાવ્યું કે શિક્ષણનીસાથે સાથે વિધાર્થીઓને નીતિમતા– મુલ્યોનું શિક્ષણ આપવું પણ જરૂરીછે.
સમારંભમાં નિરમા ગ્રૂપના ચેરમેન પદ્મ શ્રી કરસનભાઇ પટેલ, ઉપરાંતભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલ, મુંબઈના ભુતપૂર્વ શેરીફ શ્રી મોહનભાઇ પટેલ, સિગિલ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનુભાઈ પટેલ, કેળવણી મંડળ- ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને સી એચ આર એફ ના પ્રમુખ શ્રી  નગીનભાઇ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સી એચ આર એફ ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી હાજર રહ્યા હતા.
રજતપર્વ સમારંભની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે આપ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. કેળવણી મંડળની ૨૫ વર્ષની ઝાંખી રજૂ કરતાડૉ. એમ.સી.પટેલે જણાવ્યું હતું કે આજથી વર્ષો અગાઉ ગુજરાતના વિધાર્થીઓ અભ્યાસ માટે દર વર્ષે રૂ. ૩૦૦૦ કરોડ ગુજરાતના બીજા રાજ્યોમાં ખર્ચે કરતા હતા ત્યારે સ્વનિર્ભર શૈક્ષણીક સંસ્થાઓ શરૂ કરવાનો વિચાર આવ્યો અને ૨૮ જાન્યુઆરી, ૨૦૦૦ ના રોજ ચારૂસેટ કેમ્પસનું ભૂમિપૂજન થયું. માતૃસંસ્થાની કુખે જન્મેલા કેળવણી મંડળના સ્થાપકોને યાદ કરતા ડૉ. એમ.સી.પટેલે કહ્યું કે માતૃસંસ્થા– કેળવણી મંડળ – ચારૂસેટ –CHRF એકમેકના સહયોગથી કાર્યરત છે જે દાતાઓને આભારીછે. નિરમા અને ચારૂસેટ યુનિવર્સીટી સાથેમળીને ગુજરાતના વિધાર્થીઓને વૈશ્વિકસ્થરના બનાવીએ તેવી અપીલ ડૉ. એમ.સી.પટેલે કરી હતી.
આ પ્રસંગે “ચમોસ થી ચારૂસેટ અવિરત... સહિયારી વિકાસ યાત્રા” ગ્રંથનું લોકાર્પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.  તેમજ 25 વર્ષની વિકાસ યાત્રાનું વિડીયો ડોકયુમેંટરી ફિલ્મ રજૂ થઈ હતી. સ્મૃતિ ગ્રંથવિશેની માહિતી સમાજગોષ્ઠીના કન્વીનર ડૉ. શરદ પટેલે રજૂ કરી હતી અનેરજત પર્વે નિમિતે કરેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
દિનશા પટેલે“શિક્ષણ અને સામાજિક વિકાસ” વિશે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં માનવીનો વિકાસ થવો જોઈએ. દાન આપી દાનવીર થવાનો માર્ગ તે વિકાસ સમાજના છેવાડાના જરૂરિયાતમંદ માનવીને ઉપયોગી થઇ શકે તેવું કાર્ય કરીએ તે વિકાસ છે. સમાજ શિક્ષણનો વિચાર કરીને ચારૂસેટે સમાજપયોગી વિકાસ કર્યો છે.
દાતા મનુભાઈ પી.ડી. પટેલઅનેનગીનભાઈ પટેલે પ્રાસંગિકપ્રવચનો કર્યા હતા અને કેળવણી મંડળનીઅવિરત પ્રગતિ થતી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. દાતા ડૉ. એમ.આઈ.પટેલે કહ્યું કે ૨૫ વર્ષમાં કેળવણી મંડળે ખૂબ મોટું નામ કાઢ્યું છે અને દેશ વિદેશમાં નામના મેળવી છે. અહી સંપ અને સમર્પણથી સુપેરે સંચાલન થાય છે જેથી કેમ્પસનો વિકાસ થયો છે. સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે સન ૧૯૯૪થી શરૂ થયેલી કેળવણી મંડળની સહિયારી શિક્ષણયાત્રા સંતોના આશીર્વાદ– દાતાઓના માતબર દાનના પ્રવહથી પ્રગતિના પંથે છે ત્યારે આ યાત્રા સતત ચાલતી રહે તેવી પ્રાથના છે. 
આમંત્રિત મહેમાનોને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા. આભારવિધિ કેળવણી મંડળના સહમંત્રી ધીરૂભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલનચારૂસેટના અધ્યાપિકાવિશ્વાકુમારી વાલા અનેદીપલ શેઠેકર્યું હતું.
સમારંભમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ચીમનભાઈ એ. પટેલ ઉપરાંત સી એચ આર એફ ના ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ,કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ અને ગિરીશભાઇ બી.પટેલ,માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ  વી. એમ. પટેલ,  સી એચ આર એફ ના જોઇન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ,ચારૂસેટના સલાહકાર ડૉ.બી.જી.પટેલ, અશોક પટેલ અને ડૉ. એચ.જે.જાની, ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોષી સહિત માતૃસંસ્થા– કેળવણી મંડળ – ચારૂસેટ –CHRF હોદેદારો, ટ્રસ્ટીઓ,વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ, ડીનસ્ટાફ, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
નોધનીય છે કેલગભગ ૧૨૫ વર્ષ અગાઉ ૧૮૯૫માં સ્થપાયેલા ૨૭ ગામ પાટીદાર પંચ કે જે બંધારણીય રૂપ ધારણ કરી “શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થા’’ના નામ સાથે ૧૯૮૭માં અસ્તિત્વમાં આવ્યો. કેળવણી અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધવા સમાજે ૧૯૯૫માં ચકલાસીમાં સમાજના શતાબ્દી મહોત્સવમાં સંકલ્પ  કર્યોઅને આ સંકલ્પ સાકાર કરવા માટે ૧૩/૦૨/૧૯૯૪ના રોજ મહેળાવમાં સમૂહ લગ્નોત્સવ દરમિયાન કેળવણી મંડળ રચવાનો ઠરાવ કર્યો અને ‘શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ –આણંદનામ આપવામાં આવ્યું.ત્યારથી કેળવણી મંડળની વિકાસયાત્રા અવિરત ચાલી રહી છે.  
SHARE

Author: verified_user

0 comments: