ચૂંટણી ખર્ચ
નિરીક્ષક શ્રી પ્રકાશ ગાડેકરની હાજરીમાં
ચૂંટણી ખર્ચ
ના હિસાબોની સમીક્ષા કરાઇ
આણંદ- આણંદ બેઠક માટે તા. ૨૩-૪-૨૦૧૯ના રોજ ૧૭મી લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન
યોજાનાર છે. જેમાં આણંદ બેઠક પરથી ૧૦ ઉમેદાવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ તમામ ઉમેદવારશ્રીઓ
દ્વારા ચૂંટણી લક્ષી જે કઇ પણ ખર્ચ કરવામાં આવતો હોય તે અંગેની હિસાબોની ચકાસણી
બાબતે ખર્ચ નિરીક્ષક શ્રી પ્રકાશ ગાડેકર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત
પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં આણંદ સર્કિટ હાઉસ ખાતે પ્રથમ તબક્કાની ચૂંટણી ખર્ચ
ચકાસણીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉમેદવાશ્રીઓ વતી તેઓનાં પ્રતિનિધિશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા. દ્વિતીય ખર્ચ ચકાસણી
ની બેઠક ૧૫-૪-૨૦૧૯ ના રોજ સર્કિટ હાઉસ ખાતે યોજાશે.
0 comments: