ખેડા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ
પોલીંગ સ્ટાફને બીજા તબક્કાની તાલીમ અપાઇ
પોલીંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફે પોસ્ટલ
બેલેટથી મતદાન કર્યુ
જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે
કપડવંજ તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી
નડિયાદ-
ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા. ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. ખેડા જિલ્લામાં
ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પોલીંગ સ્ટાફને જિલ્લાની છ વિધાનસભા વિભાગના તાલીમ
કેન્દ્ર ખાતે બીજા તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. નિષ્ણાંતો દ્વારા
પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ સ્ટાફ તેમજ સેવક ભાઇઓને
મતદાનના દિવસે કરવાની થતી કામગીરીનું વિસ્તૃત માર્ગદર્શન આપવા સાથે ઇવીએમ –
વીવીપેટના ઉપયોગ અંગે પ્રેક્ટીકલ તેમજ થીયરીકલ તાલીમ આપવામાં આવી હતી. ખેડા જિલ્લામાં
તા. ૧૯-૪-૧૯ ને શુક્રવારના રોજ પણ મહિલા પોલીંગ સ્ટાફને તાલીમ આપવામાં આવશે.
આ
તાલીમ દરમ્યાન લોકસભા ચૂંટણી અન્વયે ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીંગ સ્ટાફ તથા
અન્ય સ્ટાફે ‘‘ટપાલ મતદાન સુવિધા કેન્દ્ર‘‘ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ
હતું.
જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે કપડવંજ ખાતે પોલીંગ સ્ટાફ તાલીમ કેન્દ્રની
મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપવા સાથે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ હતું.
નડિયાદ
ઇપ્કોવાલા હોલ ખાતે ખેડા જિલ્લાની છ વિધાનસભા મત વિભાગ વાર કુલ ૩૮૪૮ જેટલા
પ્રિસાઇડીંગ – મદદનીશ પ્રિસાઇડીંગને આજે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલના માર્ગદર્શન હેઠળ
તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
0 comments: