Wednesday, 17 April 2019

ભારતના પ્રથમ વડાપ્રધાન સરદાર પટેલ હોત તો આજે પરિસ્થિતિ કઈંક અલગ હોત: નરેન્દ્ર મોદી

SHARE
 ભારતના પ્રથમ વડાપ્રધાન સરદાર પટેલ હોત તો આજે પરિસ્થિતિ કઈંક અલગ હોત: નરેન્દ્ર મોદી

















વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી ચારેય લોક્સભાના ઉમેદવારને જીતાડવાની પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની  સિંહગર્જના      
આણંદના મિતેશ પટેલ,ખેડા -ના દેવુસિંહ ચૌહાણ-છોટાઉદેપુર ના ગીતાબેન રાઠાવા,વડોદરાના રંજનબેન ભટ્ટ એમ ચાર લોકસભા સીટ ના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની જાહેરસભા આણંદ નજીકના વલ્લભ વિદ્યાનગર ના શાસ્ત્રી મેદાન  ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ભા જ પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને  ચૂંટણી ઇન્ચાર્જ ઓમ માથુર ,ગુજરાત પ્રદેશ ના મંત્રી  ભીખુભાઇ દલસાનિયા ,પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,ગુજરાત ના મંત્રી અને આણંદ લોકસભા સિતના ઇન્ચાર્જ જયદરથસિંહજી પરમાર,વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ,રાજ્યસભા ના સાંસદ લાલસિંહ વડોદયા,સાંસદ દિલીપ પટેલ ની સાથે ભા જ પ ના ચૂંટાયેલા ધારાસભ્ય  આણંદ જિલ્લા પ્રમુખ મહેશ પટેલ ખેડા જીલા ભા જ પ ના કાર્યકારી પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતાઆ જંગી સભામાં મધ્ય ગુજરાત ની  લોકસભા  સીટોના તમામ ભા જ પ ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને સાંભળવા આવ્યા હતા આણંદ ના વિધાનગર માં રસ્તાપર ભગવો લેહરાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોદી મોદી..મોદી ..વંદેમાતરમ ના નારા સાંભળવા મડયા હતા
               આ જાહેરસભામાં આણંદ લોકસભાના ઉમેદવાર  મિતેશ પટેલ ,ખેડા લોકસભા ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ એ સઘટન અને કાર્યકરો ને આભાર વ્યક્ત કરી સરકારશ્રી ની યોજના ઓ વિશે ઉપસ્થિત જન મેદની ને વિસ્તૃત માહિતી આપી હતી આણંદ ના સાંસદ દિલીપભાઈ પટેલે ઉપસ્થિત મધ્ય ગુજરાતના કાર્યકરો ને આહવાન કર્યું હતું કે આ તમામ સીટો માંથી કમળ ખીલાવી મોકલી આપીશુ તેવી ખાત્રી પણ આપી હતી
             ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરસભાને  સંબોધતા રાજ્ય ની અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કર્યા હતા સાથે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ઘણા એવા નિર્ણયો લીધા છે જે છેલ્લા કેટલાય વર્ષો થી એકજ પરિવાર દેશ ચલાવતો હતો તેઓની ઉંઘ હરામ કરી નાખી છે જયારે ચાલીસ બા ના ચાલીસ ચોરો ની જમાત ને   2019 ની ચૂંટણીમાં જવાબ જનતા આપવાની છે

            હિંમતનગર અને સુરેન્દ્રનગરની સભાને સંબોધીને આણંદ,ખેડા , છોટાઉદેપુર અને વડોદરા લોકસભા બેઠક ના ઉમેદવાર મિતેષભાઇ, દેવુસિંહ ચૌહાણ ,ગીતાબેન રાઠવા અને રંજનબેન ભટ્ટ માટે નરેન્દ્ર મોદી આજરોજ  પ્રચારાર્થે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં મોટી જનમેદનીને સંબોધી હતી તેમણે સંતરામ મંદિર, સ્વામિનારાયણ મંદિર તથા સતકેવલ મંદિર ને વંદન કર્યું હતું મહાવીર સ્વામી ના જન્મ જયંતી ની શુભેચ્છા પાઠવી હતી અમૂલ ડેરીના યોગદાનમાં આણંદની જનતા ખેડૂતો અને પશુપાલકો ને નમાવી ને વંદન કર્યું હતું મોદીએ જણાવ્યું કે આણંદ ની ભારતની ભૂમિ સન્માન અને સ્વાભિમાન ની ભૂમિ છે અને અમુલ બ્રાન્ડ નામ ફક્ત આણંદ નહિ સમગ્ર દેસ દુનિયા માં દૂધ સિવાય તમામ પ્રોડકટોમાં આગળ રહી છે જ્યારે ગરીબોને ઘેર ગેસ, વીજળી પહોંચાડવાનો શ્રેય જનતાને આપ્યો હતો સરદાર પટેલના બધા સપના પુરા કરવા કટિબદ્ધતા દર્શાવી હતી વીતેલા પાંચ વર્ષમાં વિવિધ કામો કર્યા જે આ વખતે પૂરે પુરા કરવાનું કામ કર્યું હતું કર્યું છે હવે એને આગળ ધપાવવાનું કામ કરશે કોંગ્રેસના મેનિફેસ્ટો ની વાત કરતા રાષ્ટ્રદ્રોહ નો કાયદો હટાવવા માંગે છે તેનો સખત વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે જો સરદાર પટેલ સાહેબ પહેલા પ્રધાનમંત્રી હોત તો આજે દેશની પરિસ્થિતિ અલગ હોત દેશમાં ચાલતા 20000 એન જી ઓની પાસે હિસાબ માંગ્યો હતો અને હિસાબ જવાબ ન મળતા એને બંધ કરાવવામાં આવ્યા છે અને એમની જોડે પાઈ-પાઈનો હિસાબ લઈશું મદાયમ વર્ગ ક્લાસ માટે મોદી સરકાર દ્વારા આવાસ યોજના લાભ શૈક્ષણિક લોન માં 11 ટકા સુધીના દરે લોન પૂરી પાડવાના  સરકારની યોજનાઓ ગણાવી હતી  આગામી ચૂંટણી વિજય બાદ ભાજપ સૌની સુરક્ષા અને સન્માન આપવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું
by: ચંદ્રકાંત યાદવ, કલ્પેશ પટેલ 
SHARE

Author: verified_user

0 comments: