નડિયાદ"મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
નડિયાદ, "મૈત્રી" સંસ્થામાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા 9 દિવ્યાંગ બાળકો તથા સંસ્થાના બાળકોને યોગ, મેડીટેશન અને રાજયોગ નું પ્રશિક્ષણ આપતા યોગ શિક્ષકોનું સન્માન તથા હેલ્થ અવેરનેસ, ગર્ભ સંસ્કાર અને વંધ્યત્વ વિષે ડોક્ટર હેતલબેન પટેલનું માર્ગદર્શન એમ ત્રિવેણી કાર્યક્રમ નું આયોજન શ્રીજી હોલ ખાતે કરવામાં આવેલ.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જી એસ સ્યાન સાહેબ (ડીવાયએસપી, નડિયાદ ડિવિઝન, ખેડા જીલ્લો), શ્રી પિનાકીનભાઈ અમીન (ચેરમેનશ્રી, મૈત્રી સંસ્થા) શ્રી સ્મિતા દીદી, આરતી દીદી અને પ્રફુલ દાદા (બ્રહ્માકુમારી, નડિયાદ) તથા સ્વ શૌનક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શ્રી જી એસ સ્યાન સાહેબે તેમના આશીર્વચન માં વિજેતા દિવ્યાંગ બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નડિયાદ તથા ભારતનું નામ રોશન કરે તેવા શુભ આશિષ પાઠવ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
મહાનુભાવોના હસ્તે છઠ્ઠી નેશનલ પેરા ટાઈકવોન્ડો ચેમ્પિયનશિપ, રાજસ્થાન ખાતે યોજાયેલ. તેમાં 9 ગોલ્ડ મેડલ મેળવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકો નું મેડલ અને સર્ટીફીકેટ તથા ૪ કોચનું સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવેલ. તેમજ દિવ્યાંગ બાળકોને યોગનું પ્રશિક્ષણ આપતા કોમલબેન ગાંધી, ધૃતિબેન ગાંધી, અર્ચનાબેન પરીખ, મોનિકા બેન પ્રજાપતી, રાજુલબેન દેસાઈ, રશ્મિકાબેન ગાંધી અને દિનેશભાઈ મહેતા ને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરેલ. મૈત્રી સંસ્થા દ્વારા શ્રી જી એસ સ્યાન સાહેબ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા, ડો. હેતલબેન પટેલ અને શ્રી જયેશભાઈ પટેલ (સ્વ. શોનક ચેરીટેબલ ટ્રસ્ટ)ને મોમેન્ટો આપી તેમને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં, સ્વ શૌનક ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો હતો. અંતમાં. સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ, યોગ શિક્ષકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.

0 comments: