Friday, 5 April 2019

મહેમદાવાદ એન્‍જીનીયરીંગ કોલેજમાં મતદાર શિક્ષણ અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટે લીધા શપથ

SHARE
મહેમદાવાદ એન્‍જીનીયરીંગ કોલેજમાં મતદાર શિક્ષણ અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટે લીધા શપથ






નડિયાદ : ખેડા સંસદીય મત વિભાગની સામાન્‍ય ચૂંટણી તા. ૨૩-૪-૧૯ ના રોજ યોજાનાર છે. ખેડા લોકસભા બેઠકની ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃત્તિ શિક્ષણ (સ્‍વીપ) અંતર્ગત  જિલ્‍લાભરમાં શાળા કોલેજોમાં મતદાર જાગૃત્તિ વર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
સ્‍વીપના નોડલ અધિકારી શ્રીમતી કાજલ દવેએ જણાવ્‍યું કે મતદાર શિક્ષણ અને જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત ડી.એ. ડીપ્‍લેામા અને ડીગ્રી એન્‍જીનીયરીંગ ટેકનોલોજી કોલેજ, મહેમદાવાદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સો ટકા મતદાન માટે સંકલ્‍પ લેવડાવવા સાથે લોકસભા ચૂંટણીમાં નૈતિક રીતે મતદાન કરવા જણાવ્‍યું હતું.
        ખેડા જિલ્‍લામાં મતદાર જાગૃત્તિ માટે છ વિધાનસભા મત વિભાગમાં મતદાર જાગૃત્તિ રથના માધ્‍યમથી મતદાન જાગૃત્તિ સંદેશા સાથે ઇ.વી.એમ અને વીવીપેટની જાણકારી મતદારો સુધી પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓના માધ્‍યમથી મતદાન જાગૃત્તિનો સંદેશો પહોંચાડવા સાથે સંકલ્‍પપત્રો ભરાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિતોએ ખેડા લોકસભા બેઠકની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટેનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.
SHARE

Author: verified_user

0 comments: