જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી દિલીપ રાણાની ઉપસ્થિતિમાં
પોલીસ પરેડ
ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઇ
મતદાન જાગૃતિ
માટેના સીગ્નેચર કેમ્પેઇન પણ યોજાઇ
આણંદ:- લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૧૯
અંતર્ગત ૧૬-આણંદ લોકસભા બેઠક માટેતા. ૨૩-૪-૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લાના
૧૬-આણંદ લોકસભા મતવિસ્તારના દરેક મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેમજ દરેક
મતદાર પોતાના મળેલા મતદાનના હકથી સજાગ થઇને વધુમાં વધુ મત કરે તે માટે મતદાન જાગૃતિ
અભિયાનના ભાગરુપે પોલીસ ખાતા તેમજ શિક્ષણ ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને જિલ્લા ચૂંટણી
અધિકારશ્રી દિલીપ રાણાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા
પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણની ઉપસ્થિતિમાં
લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દિલીપ રાણાએ મતદાન જાગૃતિ અંગે જણાવ્યું કે
આ ચૂંટણી તહેવારમાં લોકો વધારેમાં વધારે જોડાઇને અગાઉ જે મતદાન થયુ હતુ
તેના કરતા પણ વધારે મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સતત કામગીરી કરી રહ્યું તા. ૨૩ એપ્રિલે મતદાનના દિવસે મતદાતાઓ વધુ મતદાન કરે તે માટે અવાર નવાર આવા
મતદાન જાગૃતિના કાર્યકમો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે તે મુજબ આજ બાઇક રેલી અને
સીગ્નેચર કેમ્પેઇનનું યોજાયેલ છે.
તેઓશ્રીએ
વધુમાં જણાવ્યું કે મતદાતાઓને કોઇ પણ
પ્રકારની ફરીયાદ હોય કે મુશ્કેલી હોયતો
૧૯૫૦ નંબરની હેલ્પ લાઇન છે તેનો સામાન્ય પ્રજાજનો સંપર્ક કરી શકે છે.
મતદાનજાગૃતિ
અભિયાનની રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી બોરસદ ચોકડી, ટાઉનહોલ, વિદ્યાનગર રોડથી ભાઇકારા સ્ટેચ્યુ, શાસ્ત્રી મેદાન,સરદાર પટેલ
યુનિવર્સિટી, વિદ્યાનગર, ત્રિકોણિય બાગ
થઇને ઝાયડસ હોસ્પીટલ રોડથી ઇન્દીરા સ્ટેચ્યુ , સરદાર બાગ
પોલીસ ચોકી, નવા બસસ્ટેન્ડ નગરપાલિકા આણંદ શાસ્ત્રી બાગ અમૂલ
ડેરી કલેકટર કચેરી થઇને જિલ્લા પોલીસ પરેડ
ગ્રાઉન્ડ ખાતે બાઇક રેલીનું સમાપન થયુ હતું.
આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સીગનેચર કેમ્પેઇનનું પણ
આયોજન કરાયુ હતું .જેમાં જિલ્લા ચૂંટણી
અધિકારશ્રી અને કલેકટરશ્રી દિલીપરાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિતપ્રકાશયાદવ, , જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ સહિત તમામ પોલીસ અને શિક્ષણ અને
અન્ય સરકારીકચેરીઓના અધિકારી/કર્મચારીઓ અને નાગરિકોએ સીગ્નેચર કરી ભાગ લીધો હતો.
0 comments: