Tuesday, 9 April 2019

ખેડા લોકસભામાં ભાજપને પછાડવા અસંતુષ્ટ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પોતાના કાર્યકરો સાથે ફરી મેદાનમાં

SHARE
        
ખેડા લોકસભામાં ભાજપને પછાડવા અસંતુષ્ટ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પોતાના કાર્યકરો સાથે ફરી મેદાનમાં




         ખેડા લોકસભામાં ઉમેદવારી મુદ્દે 3જી માર્ચે કઠલાલ અને કપડવંજથી કોંગી કાર્યકરો અગેવાનોનો કંકાશ કાર્યાલયે પહોંચ્યો હતો.કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી સાથે પહોંચેલો કાર્યકર કાફલો બિમલ શાહની દાવેદારીનો વિરોધ કરતી નારાબાજી કરી હતી અને કાળુસિંહ ને કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેર કરે તેની માંગ કરતા હોબાળો મચાવ્યો હતો.આ બાદ ક્યાંકથી સમાચાર આવ્યા કે કાળુસિંહ ડાભીને પક્ષે ઉમેદવાર જાહેર કર્યા કોઈપણ ખરાઈ કે સચ્ચાઈ ની તપાસ કર્યા સિવાય જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા અને ધારાસભ્યના ટેકેદાર સમર્થકોએ હારતોરા અને મીઠાઈ વહેંચી પક્ષના નિર્ણયને વધાવી લીધો હતો.કાળુસિંહે પક્ષના હાઇકમાન્ડ ના નિર્ણયનો આભાર માન્યો મીડિયા ઇન્ટરવ્યૂ આપી ઘરે પરત થયા હતા.
             વહેલી રાત્રે 8 વાગ્યાના અરસામાં કાળુસિંહ અને તેમના સમર્થકો ટેકેદારોની શરમજનક સ્થિતિમાં મૂકે તે રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ખેડા લોકસભા માટે બિમલ શાહનું નામ જાહેર થયું.રાતો રાત ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ગામ છીપિયાલ માં સમર્થકો અને ટેકેદારો ઉમટ્યા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા પણ ત્યાં હાજર પહોંચ્યા હતા.ખેડા લોકસભામાં 7 લાખથી વધુ ક્ષત્રિય હોવા છતાં પાર્ટી હાઇકમાન્ડ દ્વારા લેવાયેલ નિર્ણયને ક્ષત્રિય વિરોધી ગણ્યો અને ધારાસભ્ય કાળુસિંહ ડાભીની માનહાની કરી હોવાનો મુદ્દે જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા અને ધારાસભ્ય કાળુસિંહ ડાભી સહિત અગ્રણી કોંગી આગેવાન હોદ્દેદારો એ પક્ષને રાજીનામાં ધરી દીધા હતા.
           ખેડા લોકસભામાં કાળુસિંહના વિદ્રોહથી ડરી ગયેલ કોંગ્રેસ પ્રદેશ નેતાગીરીએ નારાજ ધારાસભ્યને મનાવવા કવાયત હાથ ધરી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાળુસિંહ ડાભી ને ઘરે પહોંચ્યા જ્યાં નારાજ કાળુસિંહ ડાભી અને આગેવાન કાર્યકરો ને રાજીનામાં પાછા ખેંચવા સમજાવટ કરી પરંતુ નિષ્ફળ રહી.જોકે બીજા દિવસે કોંગ્રેસ કાર્યાલયે પક્ષના મોવડી મંડળ અને સંગઠન પ્રભારી સાથે થયેલ મિટિંગ થયા બાદ પક્ષને રાજીનામુ ધરી દેનાર જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા અને અગ્રણી આગેવાનોએ હકારાત્મક પ્રતિભાવ આપી રાજીનામા પાછા ખેંચી લીધા હતા.તેમજ સોમવારના સવારે ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બિસ્વરંજન મોહંતી અને લોકસભા ઉમેદવાર જાતે ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ઘરે પહોંચી સમ્માન સાથે કોંગ્રેસના પ્રચારમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.અસંતોષ અને અણગમો દૂર થયો હોવાનું જણાવી ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોને ખેડા લોકસભામાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતડવાની હાકલ કરી હતી
SHARE

Author: verified_user

0 comments: