Tuesday, 9 April 2019

આણંદ જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બોરસદખાતે દિવ્યાંગો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ.

SHARE
આણંદ જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બોરસદખાતે દિવ્યાંગો માટે
 મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ.



તમામ દિવ્યાંગો એ મતદાન કરવાનો સંકલ્પ લીધો
આણંદ- આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯નું મતદાન ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે જેમાં આણંદ જિલ્લામાં ૫૦૯૭ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો પોતાના મતદાનના હકકનો ઉપયોગ કરીને સારી રીતે મતદાન કરી શકે તે માટે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે. જેના ભાગ રુપે બોરસદ ખાતે વનિતા ફાઉન્ડેશન અને ઉપહાર ફાઉન્ડેશન નિસરાયાના સંયુક્ત પ્રયાશે દિવ્યાંગ મતદારો માટે  EVM અને  VVPAT નુ નિર્દશન કરવામાં આવ્યુ હતુ. જેમાં મતદાન મથક પર તેમને આપવામાં આવતી સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ દિવ્યાંગ જનોને મતદાન કેવી રીતે કરવું તેના માટેનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યુ . તેમજ જિલ્લામાં ચાલી રહેલા  દિવ્યાંગ મતદાન જાગૃતિ ના ભાગ સ્વરૃપે નોડલ અધિકારીશ્રીએ તમામ દિવ્યાંગ મતદારોને મતદાન  અવશ્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તમામ દિવ્યાંગ મતદારોએ સાથે મળીને મતદાન અવશ્ય કરીશુ તેવો સંકલ્પ નોડલ અધિકારીશ્રીની હાજરીમાં લીધો હતો.
SHARE

Author: verified_user

0 comments: