Monday, 8 April 2019

આણંદ લોકસભા ના ઉમેદવાર મિતેશ પટેલ ના ચૂંટણી પ્રચાર અર્થે બોરસદ વિધાનસભા ના પામોલ ગામે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની જાહેરસભા યોજાઈ

SHARE
ભારતીય જનતા પાર્ટી ના આણંદ  લોકસભા ના ઉમેદવાર મિતેશ પટેલ ના ચૂંટણી પ્રચાર અર્થે બોરસદ વિધાનસભા ના પામોલ ગામે ગુજરાત રાજ્યના  મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની જાહેરસભા યોજાઈ






બોરસદ : ભારતીય જનતા પાર્ટી ના આણંદ  લોકસભા ના ઉમેદવાર મિતેશ પટેલ ના ચૂંટણી પ્રચાર અર્થે બોરસદ વિધાનસભા ના પામોલ ગામે ગુજરાત રાજ્યના  મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની જાહેરસભા યોજાઈ  જેમાં મોટી સંખ્યામાં ભાજપ  ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પોતાની આગવી શૈલી માં જણાવ્યું હતું કે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રાજમાં ચોરો ને કોઈ લાભ ન મળતા આજે નરેન્દ્ર મોદી ને હરાવવા તમામ દેશ ના ચોરો  એક થઈ  છે ત્યારે પ્રજા પણ જાણી ગઈ છે હવે આપનો સાચો ચોકીદાર કોણ છે આ ઉપરાંત જાહેર સભામાં રુપાણી એ જણાવ્યુ હતુ કે દેશનો ચોકિદાર ચોર નહી પણ પ્યોર છે અને આ દેશની ઇમાનદારીથી સેવા કરી રહ્યા છે.તેમનું એક જ સુત્ર છે.ખાતો નથી ને ખાવા દેતો નથી.દલાલી અને બેઇમાની કોંગ્રેસનો પર્યાય બની ગયા છે.તેમણે વધુમાં જણાવ્યુ કે આચૂંંટણી ઇમાનદાર વિરુધ્ધ બેઇમાનની ચૂટણી છે. મત મેળવવા ના કારણે તૃસ્ટ્રીકરણ કરાવી સમાજ ને અંદરોઅંદર લડાવી રહ્યા છે ને રાજ કરવો છે પણ  જનતા બધું સમજી ગઈ છે એટલે આપનો કિંમતી મત કમળ ને આપી અપાવી મોટી સંખ્યા માં મતદાન કરાવો જેથી વિકાસ શીલ સરકાર ને વધુ વિકાસ કરવાની તક મળે એવું આહવાન કર્યું હતું ..ભાજપા સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે ચાલનારી પાર્ટી છે. તેમણે જણાવ્યુ કે ભારતીય જનતા પક્ષ એ કોઇ એક પરિવાર નેતાઓની નહીં પણ કાર્યકર્તાઓની પાર્ટી છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના ગઢમાં જ ભારતીય જનતા પક્ષ ના નેતાઓ દ્વરા ભારે જનમેદની ને સંંબોધી હતી. ભારતીય જનતા પક્ષ ના બોરસદ ગામાની આસપાસ કરેલ વિકાસ ના કાર્યોને પ્રજા સમક્ષ ઉજાગર કર્યા હતા,  જાહેર સભામાં આણંદ ના સાંસદ દિલીપ પટેલ,આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ,ખભાત ધારાસભ્ય મયુર રાવલ, માજી મંત્રી સી ડી પટેલ,આણંદ લોકસભા ઇન્ચાર્જ દિપક પટેલ,સહ ઇન્ચાર્જ રમણભાઈ સોલંકી ,હંસા કુંવરબા ,જીલ્લા ના મહામંત્રી ,ઉપપ્રમુખ તેમજ બોરસદ તાલુકા- શહેર ના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આજની આ જાહેરસભામાં મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકા પંચાયત ના સિશવા સીટ ના કોંગ્રેસ ના અશ્વિનભાઈ પટેલ ભાજપ નો ભગવો ખેસ ધારણ કર્યો
SHARE

Author: verified_user

0 comments: