ભરૂચ બેઠકના કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી ભરત
યાદવે
દેડીયાપાડા મત વિસ્તારના મતદાન
કેન્દ્રોની લીધેલી મુલાકાત
રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી આઇ.કે. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી
તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રી ભરત યાદવ
રાજપીપળા:- ભારતનાં ચૂંટણીપંચ ધ્વારા ૨૨-ભરૂચ
સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી ભરત યાદવે
ગઇકાલે બપોરબાદ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૯-
દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની મુલાકાત
લઇ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હાથ
ધરાયેલી કામગીરીની જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય
ચૂંટણી નિરીક્ષકશ્રી ભરત યાદવે તાજેતરની તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન
રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને એક્ષપેન્ડીચર મોનીટરીંગના
ચીફ-કો-ઓર્ડીનેટરશ્રી ર્ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી હિનકર સિંહ
સાથે બેઠક યોજીને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૩ મી એપ્રિલ,૨૦૧૯ ના રોજ
યોજનારા મતદાન સંદર્ભે આ વિસ્તારના મતદાન મથકોની સંખ્યા, મતદારોની સંખ્યા,
ચૂંટણીલક્ષી તાલીમ, વેબકાસ્ટીંગ, શેડો એરિયામાં સંદેશાની આપલે માટે વૈકલ્પિક
સુવિધાની ઉપલબ્ધિ વગેરે જેવી બાબતો અંગેની આંકડાકીય જાણકારી મેળવી સમીક્ષા કરી
હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે ચૂંટણીલક્ષી ઉકત તમામ વિગતોથી કેન્દ્રિય
ચૂંટણી નિરીક્ષકશ્રી ભરત યાદવને વાકેફ કર્યા હતાં.
રાજપીપળા
ખાતે યોજાયેલી ઉકત બેઠક અગાઉ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકશ્રી ભરત યાદવે તેમની
દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની મુલા
કાત દરમિયાન
મતદાન મથકોની પણ મુલાકાત લઇ નિરીક્ષણ
કર્યું હતું. આ મુલાકાત દરમિયાન
દેડીયાપાડા વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી એમ.બી.
દેસાઇ પણ તેમની સાથે જોડાયા હતાં.
0 comments: